<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

મોરબી: એસએમસીના દરોડા બાદ સ્થાનિક પોલીસનું ચેકિંગ, દારૂનો જથ્થો મળી આવ્યો.

લાલપર ગામની સીમમાં લાલપર એસ્ટેટમાં શ્રીરામ ગોડાઉનમાંથી મીઠાની આડમાં રાખેલ વિદેશી દારૂનો જથ્થો મળ્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના લાલપર ગામની સીમમાં લાલપર એસ્ટેટમાં શ્રીરામ ગોડાઉનમાંથી મીઠાની આડમાં રાખેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વધુ તપાસ હાથ ધરી છે.

   મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લાલપર ગામની સીમમાં લાલપર એસ્ટેટમાં આવેલ શ્રીરામ ગોડાઉનમાં મીઠાની આડમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી મીઠાની બોરીઓની આડમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની ૧૮૦ મિલીની બોટલ નંગ ૫૩૦૪ કીમત રૂ.૫,૩૦,૪૦૦, ૭૫૦ મિલીની બોટલ નંગ ૧૪૪ કીમત રૂ.૪૩૨૦૦ એમ કુલ મોટલ નંગ ૫૪૪૮ કીમત રૂ.૫,૭૩,૬૦૦,  મીઠું ભરેલ બોરીઓ નંગ ૪૫૦, લીલા કેસરી કલરના કંટાન નંગ ૨ અને છુપાવી મીઠું ભરેલ બોરી નંગ ૪૫૦, બોરી ઢાંકેલ તથા નીચે પાથરેલ કતાન નંગ ૨ એમ કુલ મુદામાલ કીમત રૂ.૪,૭૩,૬૦૦ કબજે કરી આરોપી ગોડાઉન ભાડે રાખનાર જીમિતભાઈ શંકરભાઈ પટેલ અને ગોડાઉન સંચાલક રમેશભાઈ પુંજાભાઈ ધનાભાઈ પટણી હાજર ન મળી આવતા વધુ તપાસ હાથ ધરી છે.

(11:30 PM IST)