<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

મોરબી જિલ્લાના ગેમ ઝોન્સમાં ફાયર સેફ્ટીના નિયમોની કડક અમલવારી માટે બેઠક, બે ગેમ ઝોન બંધ કરાવ્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં નીતિ નિયમોનું પાલન કર્યા વિના ચાલતા ગેમ ઝોન બંધ કરવા તેમજ અન્ય શાળા/કોલેજ, કોમર્શિયલ કે રેસિડેન્સિયલ બિલ્ડીંગ સહિતના ફાયર એનઓસી કે બીયુ પરમિશન વિનાના બિલ્ડીંગ પર નિયંત્રણ લાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.

   રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટનાના પગલે મોરબી જિલ્લા કલેક્ટરએ ત્વરિત જ તે જ દિવસે જિલ્લામાં આવેલા ગેમઝોન તાત્કાલિક બંધ કરવા અમલવારી કરાવી હતી ત્યારે આ ગેમ ઝોન તેમજ અન્ય બિલ્ડીંગમાં તમામ નિયમોનું પાલન થાય તેવા હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ મોલ, માર્કેટ, બહુમાળી કોમર્શિયલ કે રેસિડેન્સિયલ બિલ્ડીંગ, કોચિંગ ક્લાસ, જીમ, હોસ્પિટલ, શાળા/કોલેજ, પ્લે હાઉસ, સિનેમા વગેરેમાં ફાયર એનઓસી, ફાયર પ્રોવિઝન તેમજ બીયુ પરમિશન અને એપ્રુવ પ્લાન વગેરે નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને જ્યાં આ નિયમોનું પાલન થયું ન હોય તેવા તમામ જગ્યાએ નોટિસ આપી નોટિસ પિરિયડની અંદર જ યોગ્ય કાર્યવાહી થાય તે માટે સૂચના આપી હતી.
મોરબીમાં બે ગેમ ઝોન સામે તંત્રએ કાર્યવાહી કરાઈ
રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ હમેશની જેમ મોરબીના તંત્રને બ્રહ્મજ્ઞાન થયું હતું અને તુરંત એક્શન મોડમાં આવ્યું હતું મોરબીમાં આવેલ ગેમઝોનમાં તપાસ શરુ કરવામાં આવી હતી ત્યારે બે ગેમ ઝોન પાસે ફાયર એનઓસી અને સ્ટ્રક્ચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ જ નથી જેથી ગઈકાલે ફાયર વિભાગે તપાસ હાથ ધરી નોટીસ આપી હતી અને નોટીસ આપ્યા બાદ બંને ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા હતા થ્રિલ એન્ડ ચીલ તેમજ લેવલ અપ એ બંને ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે

(11:31 PM IST)