તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 29th May 2024
ગોંડલમાં ૭૨ કલાક બાદ ક્ષત્રીય યુવાન નાં ડીએનએ મેચ થતા મળતદેહ પરીવારને સોંપાયો પરીવારમાં કાળો આક્રંદ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૯: રાજકોટ નાં ગેમઝોન અગ્નિકાંડ માં ગોંડલ નાં બે આશાસ્પદ યુવાનનો ભોગ લેવાયો છે.જે પૈકી ખરેડા નાં યુવાન ની ઓળખ થયા બાદ ૭૨ કલાક બાદ અન્ય ક્ષત્રીય યુવાન નાં ડીએનએ મેચ થતા મળતદેહ પરીવાર ને સોંપાતા ગોંડલ તેમનાં નિવાસસ્થાને થી મોડી સાંજે અંતિમ યાત્રા નીકળતા આંસુઓ નો દરીયો વહ્યો હતો.પરીવાર નાં આશાસ્પદ યુવાન ની અણધારી વિદાય થી પરીવાર માં આક્રંદ છવાયુ હતું.
પ્રાપ્ત વિગત મુજબ શનિવાર ની ગોજારી સાંજે રાજકોટ માં ગેમઝોન માં સર્જાયેલ અગ્નીકાંડ માં મિત્રો સાથે ગયેલા શત્રુધ્નસિહ શક્તિસિંહ ચુડાસમા ઉ.૨૦ દુર્ઘટના નો ભોગ બન્યા હોય ૭૨ કલાક બાદ તેમનાં ડીએનએ નો રિપોર્ટ આવતા મળતદેહ પરીવાર ને સોંપાયો હતો.બાદ માં ગોંડલ આશાપુરા રોડ પર આવેલાં તેમનાં નિવાસસ્થાને થી નિકળેલી અંતિમ યાત્રા માં ભારે હૈયે લોકો જોડાયા હતા.
શત્રુધ્નસિહ બે ભાઇઓ નાં પરીવાર માં મોટા હતા.અને રાજકોટ મારવાડી કોલેજ માં બીસીએ.નો અભ્યાસ કરતા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
