<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ધંધુકાના રાયસંગગઢના પાટીયા પાસે ૨ મિત્રોનો કાર હડફેટે ભોગ લેવાયો

પાંચ બહેન વચ્‍ચેના એક ભાઇ શૈલેષ ઘનશ્‍યામભાઇ માઘરોલા તથા રવિ સામતભાઇ ઓળકીયાના મોતથી અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૯ : રાયસંગગઢના પાટિયા નજીક કાર અને બાઈક વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો આ અકસ્‍માતમાં બે જીગરજાન મિત્રો કાળનો કોળિયો બનતા ઘેરો શોક છવાયો છે. ધંધુકા-ધોલેરા રોડ પર રાયસંગગઢના પાટીયા પાસે ગમખ્‍વાર અકસ્‍માત ઘટના સામે આવી છે. જેમા બાઈક ચાલક બે વ્‍યક્‍તિના ઘટનાસ્‍થળે મોત નીપજ્‍યા હતા. ધંધુકા રેફરલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાઈક સવાર રાયસંગગઢના વતની છે જેઓ તેના મિત્ર રવિને ઉંમરગઢના પાટિયાથી રાયસંગગઢ ઘરે આવી રહ્યા હતા તે સમયે કાર ચાલક પૂરઝડપે અને ગફ્‌લતભરી રીતે વેગે આવી રહેલી કારના ચાલકે બાઈકને ટક્કર મારી દેતાં ભયભીત અકસ્‍માત સર્જાયો હતો આ બંન્નેને બાઈકસવારને અડફેટે ઘટનાસ્‍થળે લેતા બન્નેના મોત નિપજ્‍યા હતાં. જેમાં રવિભાઈ સામતભાઈ ઓળકીયા ઉ વ ૧૮ રહે રાયસંગગઢ ધોલેરા અને શૈલેષભાઈ ઘનશ્‍યામભાઈ માઘરોલા ઉ વ ૧૯ રહે રાયસંગગઢ ધોલેરાના મોત થયા છે.

મળત્‍યુ પામનાર શેલેષભાઈ ઘનશ્‍યામભાઈ મઘરોલા પરિવારનો લાડકવાયો હતો. પરિવારમાં પાંચ દીકરીઓ પછી શેલેષનો જન્‍મ થતા પરિવારમાં ખુશી હતી. પાંચ બહેનો નો સૌથી લાડકો ભાઈ અકસ્‍માતની ઘટનામાં કાળનો કોળિયો બનતા પરિવારમાં હૈયાફાટ રુદન અને આક્રંદ છવાયું હતું. બહેનો હવે તે કયા હાથે રાખડી બાંધશે તેવું કહી ભાંગી પડી હતી.

આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્‍થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્‍યારે કાર ગાડી નંબર GJ10CG7290નો માલિક ગાડી મૂકી નાશી છૂટયો હતો. તો મળતકોનું પંચનામું કરી તેમની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીત હાથ ધરવામાં આવી હતી  સાથે જ ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ હતી.

ધંધુકા-ધોલેરા હાઈવે પર રાયસંગઢના પાટિયા પાસે પહોંચતા યમદૂત બનીને આવી રહેલ હોન્‍ડા સિટી કાર નં. જીજે.૧૦.સીજી. ૭૨૯૦ના ચાલકે બાઈક સાથે ધડાકાભેર અકસ્‍માત સર્જતા શૈલેષભાઈ અને રવિભાઈને ગંભીર ઈજા થતાં બન્ને યુવાનના ઘટના સ્‍થળે જ કરૂણ મોત થયા હતા. બનાવની જાણ થતાં મળતકના પરિવારજનો અને ગ્રામજનોએ દોડી જઈ બન્ને મળતદેહને પોસ્‍ટમાર્ટમ માટે ધંધુકા રેફરલ હોસ્‍પિટલ ખસેડયા હતા. ઘટના સંદર્ભે ઘનશ્‍યામભાઈ મઘરોલાએ અકસ્‍માત સર્જી કાર સ્‍થળ પર જ મુકી નાસી છુટેલા ચાલક સામે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:32 AM IST)