<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

પોરબંદરના ઘેડ પંથકમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઉપર તંત્રની તવાઇઃ ૩ સ્‍થળોએ ચકરડીઓ સહિત કરોડોનો મુદામાલ જપ્‍ત

મંજુરી વિના થયેલા ખોદકામની માપણી કર્યા બાદ કેટલી ખનીજ ચોરી થઇ તે ખુલશે

(પરેશ પારેખ દ્વારા)  પોરબંદર તા.ર૯ : ઘેડ પંથકના બળેજ માધવપુર અને વર્તુ નદીના પટ્ટમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઉપર કલેકટરની સુચનાથી ચેકિંગ હાથ ધરાયુ હતુ અને આ ત્રણેય સ્‍થળોએ મંજૂરી વિના થયેલા ખનીજ ખોદકામમાં વપરાયેલી ૧૬ ચકરડીઓ, હીટાચી મશીન પથ્‍થર ભરેલો ટ્રક, ડમ્‍પર જનરેટર ૩ ટ્રેકટરો સહિત કરોડ ઉપરનો મુદામાલ મળી આવતા તંત્રએ જપ્ત કરેલ છે. ગેરકાયદે ખનીજ ખોદકામ કેટલું થયુ... ? તેની માપણી બાદ કેટલી ખનીજ ચોરી થઇ તે ખુલશે અને ખાણોના માલિકો સામે કાર્યવાહી કરાશે.

પોરબંદરની દરીયાઇપટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્‍ડીંગ લાઇમ સ્‍ટોન તથા દરિયાઈ રેતી જેવા ખનીજ મળી આવતા હોય, આવા ખનીજનુ ગેરકાયદેસર ખનન તથા ગેરકાયદેસર રીતે થતા ખનીજની હેરફેરને અટકાવવા કલેકટરશ્રી પોરબંદરની સુચના અને માર્ગદર્શન હેઠળ પોરબંદરના ઘેડ પંથકના મોજેઃબળેજ તથા માધવપુર તથા વર્તુ નદીમાં મોજેઃ ફટાણા ખાતે  ગેકાયદેસર ચાલતા ખનન પર રેવન્‍યુ વિભાગ તથા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડી કુલ- ૧૬ ચકરડી મશીન, ૧-હિટાચી મશીન, ૧-પથ્‍થર ભરેલ ર્ટ્‍ક, ૧-ડમ્‍પર, ૩-ટ્રેક્‍ટર, ૨-જનરેટર સહીત અંદાજે રકમ રૂ. એક કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને લાગુ પોલિસ સ્‍ટેશનમાં જમાં કરાવેલ છે.

 બાતમીના આધારે સાંજના સમયે પ્રાંત અધિકારી તથા તેમની ટીમ દ્વારા વર્તુ નદીમાં ફટાણા ગામની સીમમાં રેડ પાડી લીઝ વિસ્‍તારની બહાર ચાલતા, ૧-હિટાચી મશીન, તથા ૧-ડમ્‍પર, જપ્ત કરી બગવદર પોલિસ સ્‍ટેશન ખાતે જમાં કરાવેલ છે.

 મોજેઃ બળેજ ખાતે પ્રાંત અધિકારી અને તેમની ટીમ તથા મામલતદાર પોરબંદર( ગ્રામ્‍ય) અને તેમની ટીમ દ્વારા સંયુક્‍ત રીતે રાત્રીના સમયે ખાનગી વાહનમાં દરોડા પાડી ૩-ચકરડી મશીન, ૧-ટ્રેક્‍ટર જપ્ત કરવામાં આવેલ છે તેમને લાગૂ પોલીસ સ્‍ટેશનમાં જમાં કરાવેલ છે.

  મામલતદાર પોરબંદર(ગ્રામ્‍ય) અને તેમની ટીમ તથા ખાણ ખનીજ શાખા પોરબંદરની સંયુક્‍ત ટીમ દ્વારા મોજે બળેજ ખાતે ગેરકાયસેદર ચાલતી ખાણોમાં રેડ પાડી  કુલ-૧૦ ચકરડી મશીન અને ૧- જનરેટર જપ્ત કરી લાગુ પોલિસ સ્‍ટેશનમાં જમાં કરાવવામાં આવેલ છે. 

મામલતદાર પોરબંદર ગ્રામ્‍ય તથા તેમની ટીમ દ્વારા માધવપુર ગામમા સરકારી જમીનમાં ગેરકાયદેસર ચાલતી ખાણમાં રેડ પાડી,  ૧- પથ્‍થર ભરેલ ટ્રક ૧-ટ્રેક્‍ટર, ૩-ચકરડી, ૧-જનરેટર જપ્ત કરી લાગુ પોલિસ સ્‍ટેશનમાં કબજો સોપેલ છે.

ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્‍યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્‍મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવળતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવનાર છે તેમ નાયબ કલેકટરએ જણાવેલ છે.  છે.

(11:37 AM IST)