News of Wednesday, 29th May 2024
આંધી સાથે ભારે પવનઃ ગિરનાર રોપ-વે બંધઃ પ્રવાસીઓને મુશ્કેલી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનનુ જોર વધ્યુઃ આછા વાદળા યથાવત

તસ્વીરમાં ગિરનાર પર્વત ઉપર ફુંકાયેલ પવન સાથે આંધી નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)
રાજકોટ તા. ર૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે. ગીરનાર રોપ-વે બંધ છે.
જુનાગઢ
આંધી સાથે ભારે પવનને લઈને ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રહેતા પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. ગિરનાર પર્વત પર આજે પણ પવન ફૂંકાતા યાત્રાએ આવેલા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સવારે આંધીની સાથે જોરદાર પવન ફૂંકાતા ગિરનાર રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. સવારે જંજાવાતી પવનને લઈને ગીરનારની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સહિતના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પવનના કારણે રોપવે બંધ રાખવામાં આવતા તેની સાથે ઓનલાઇન બુકિંગ પણ બંધ રાખવામાં આવ્યું હતું. રોપવે બંધ રહેતા નાછૂટકે પર્યટકોને પગથિયા ચડી દર્શન માટે જવું પડ્યું હતું.
બીજી તરફ આજે સવારે જુનાગઢમાં પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૫ કિલોમીટરની નોંધાઈ હતી. તેના પરિણામે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૨૮.૨ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહ્યું હતું. પરંતુ બફારો વધતા લોકો પરસેવે રેબજેબ થઈ ગયા હતા.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં હીટવેવ યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે લૂ ફેખકાતા પવનના કારણે લોકો તોબા પોકારી ગયા છે. ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ૪૩.૬ ડીગ્રી નોંધાયું છે .જ્યારે લઘુતમ તાપમાન ૩૯.૪ ડિગ્રી રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૬્રુ રહ્યું છે. જ્યારે પવનની ઝડપ ૨૮ કિ.મી .પ્રતિ કલાકની રહી છે. આખો દિવસ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૯.૬, મહત્તમ તાપમાન ૩૭, ભેજનું પ્રમાણ ૭૬ ટકા પવનની ગતિ કિ. મી. રહી છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
