<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

લોધીકા સેવા સહકારી મંડળી પ્રમુખ તરીકે વલ્લભભાઈ પીપળીયા, ઉપ પ્રમુખ ચંદુભાઇ ધેટીયાની બિનહરીફ વરણી

ફરી એક વખત તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણીની જીત

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૨૯ : લોધીકા સેવા સહકારી મંડળી લી.ની વ્‍યવસ્‍થાપક કમિટીની બેઠક યોજાઇ જેમાં લોધીકા સેવા સહકારી મંડળી વ્‍યવસ્‍થાપક કમિટીના ૧૬ સભ્‍યો ઉપસ્‍થિત રહેલ તેમજ સભ્‍યો દ્વારા સર્વાનુમતે મંડળીના પ્રમૂખ તરીકે વલ્લભભાઈ પીપળીયા તેમજ ઉપપ્રમુખ તરીકે ચંદુભાઇ ધેટીયા ની બિનહરીફ વરણી કરવામાં આવેલ. પ્રમુખ તેમજ ઉપપ્રમુખ છેલ્લા ૧૪ વર્ષ થી બિનહરીફ ચૂંટાય આવે છે

આ વરણી ને કમીટી સભ્‍ય મુકેશભાઇ કમાણી તાલુકા ભાજપ પ્રમુખ લાધાભાઈ રૈયાણી જીવરાજભાઈ સાકરીયા શૈલેષભાઈ સોજીત્રા ધીરજભાઈ વાડોદરીયા અશોકભાઈ કોટડીયા હાર્દિકભાઈ બચુભાઈ વસોયા  મહિલા સભ્‍ય નયનાબેન શિંગળા પ્રભાબેન રૈયાણી ચંદુભાઇ દુધાત્રા શિવલાલભાઇ ત્રાપસિયા અશોકભાઈ વસોયા જેન્‍તીભાઇ વસોયા સોમાભાઈ  સહિત ના વ્‍યવસ્‍થાપક કમિટીના સભ્‍યો એ પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવેલ છે.

(12:07 PM IST)