<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

જામનગરના નવાગામ ઘેડમાં સહદેવસિંહ રાઠોડની હત્‍યા કરનારાની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૯ : જામનગર ના નવાગામ ઘેડમાં ક્ષત્રીય યુવાન પર છરી વડે હીચકારો હુમલો કરાયો છે. સહદેવસિંહ કેશુભા રાઠોડ નામના યુવાન પર છરીવડે હુમલો થયાની ઘટના બાદ માટે જીજી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતોમાટે જીજી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્‍યું હતું અને આ અંગે તાત્‍કાલિક સીટી બી ડિવિઝન પોલીસે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે મિડીયાને ફોટો-વીડીયો લેતા અકારણ અટકાવ્‍યા હતા.

(1:21 PM IST)