News of Wednesday, 29th May 2024
જામનગરમાં અખાદ્ય - ખાદ્ય પદાર્થોનો ડમ્પીંગ સાઇડમાં નિકાલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરને મળેલ ફરીયાદ અનુસંધાને શહેરના વરિયા મસ્જીદની બાજુમાં, મચ્છી પીઠ ચોક, ખોજા નાકા, જામનગરના ગોડાઉનમા તપાસ કરતાં ગોડાઉન તથા સેલ વિભાગમા રહેલ અલગ-અલગ ખાદ્ય ચીજોમા લેબલમા એક્સપાયરી ડેટ મળી આવતા તેમજ દુકાન/ગોડાઉન મા કાયદા મુજબ કોઈ જગ્યાએ NOT FOR SALE નો બોર્ડ દર્શાવેલ ન હતો તેથી વિક્રેતાના જણાવ્યા મુજબ સમગ્ર એક્સપાયરી જથ્થો GJ10TX8507 છોટા હાથી વહીકલમા ર્સોટિંગ કરી એક્સપાયરી ડેટેડ માલ અલગ તારવી સમગ્ર જથ્થો આશરે ૩.૫ લાખની કીમતનો માલ ડમ્પીંગ સાઈડ, ગુલાબનગર ખાતે જેસીબીથી ખાડો કરી જમીનમા દાટવામાં આવેલ સદર કામગીરી સવારના ૧.૩૦ થી બપોરના ૪.૩૦ સુધી પૂર્ણ કરવામાં આવેલ.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
