<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

જામનગરની અનેક સરકારી કચેરીઓમાં ફાયર સેફટીનો અભાવ

સેવા સદન-૪માં નગર નિયોજક મજૂર અદાલત સહિતની કચેરીઓમાં દરરોજ અનેક અરજદારોની અવર જવર છતા પુરતી વ્‍યવસ્‍થા નથી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૯ : જામનગર શહેરમાં રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ અનેક લોકોના જીવ ગયા બાદ કોઈપણ જાતની સરકારી કચેરીમાં ફાયર સેફટીને લઈને સજાગતા ન હોય તેવું સામે આવ્‍યું છે. જામનગર રાજકોટ હાઇવે પર સુભાષ બ્રિજ નજીક આવેલ સેવાસદન ૪ માં ૧૦ થી વધુ કચેરીઓ જ્‍યાં આવેલી છે ત્‍યાં નગર નિયોજકની કચેરી અને મજૂર અદાલત વચ્‍ચે તેમજ નગર નિયોજકની કચેરી અંદર પણ એક્‍સપાયરી ડેટ વાળા ફાયર સેફ્‌ટીના સિલિન્‍ડર જોવા મળ્‍યા હતા. ત્‍યારે આ અંગે જવાબદારો સામે પગલાં લેવાશે કે કેમ? અહીં અનેક લોકો સરકારી કામકાજ અર્થે આવતા હોય છે ત્‍યારે તેમના અને સરકારી કર્મચારીઓના મોટો જીવ ઉપર જોખમ તોડાઈ રહ્યો છે કારણ કે આપાતકાલ સમયે જ ફાયર સેફટી ના સાધનો કામ ન આવે તે પ્રકારે જોવા મળી રહ્યા છે. જેને લઈને તંત્રએ આળસ  ખંખેરી આ વ્‍યવસ્‍થા વિચારો રીતે કરવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવાવો જોઈએ તેવી લોક લાગણી ઉઠી છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:23 PM IST)