News of Wednesday, 29th May 2024
જેતપુરમાં અન્યની ફાયર સેફટી ચેક કરનાર ખુદ મામલતદાર ઓફીસના સીલીન્ડર બે વર્ષ પહેલા ડયુ થઇ ગયા છે
પાણી માટેના વાલ ઉપયોગ ન થવાના કારણે જામ થઇ ગયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨૯: રાજકોટમાં ગોઝારી દુર્ઘટનામાં માસુમોનો જીવ હોમાયા બાદ તંત્ર ઘોડા છુટયા પછી તબેલે તાળા મારવા નિકળ્યું છે. શહેરમાં તાલુકા સેવા સદનમાં અનેક કચેરીઓ આવેલી છે. જેમાં સરકારી કામ માટે અનેક લોકોની અવર જવર થાય છે. રાજકોટમાં અગિ્નકાંડ થયા બાદ શહેરમાં સરકારી તંત્ર ફાયર સેફટી લાયસન્સ એનઓસી વિગેરે તપાસવા નિકળેલ. આ તાલુકા સેવા સદસ્યો ફાયર સેફટી સીસ્ટમ છે તો ખરા પણ શોભાના ગાંઠીયા જેવી અહી શહેર તેમજ ગ્રામ્ય મામલતદારની ઓફીસ આવેલ છે કે જેમણે અન્ય જગ્યાની ફાયર સેફટી ચેક કરવાની હોય છે. પરંતુ સેવા સદનમાં જ ફાયર સેફટીના સાધનો તપાસવામાં આવ્યા નથી. અહી લગાવેલ અગ્નિ શામક સીલીન્ડરમાં ડયુ ડેઇટ જોતા બે વર્ષ પહેલાની એટલે કે ર૦રરની છે. ઉપરાંત દરેક માળ ઉપર આગ લાગે તો તેને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવા પાઇપ લાઇન અને વાલ પણ હોય છે. પરંતુ તે વાલ જામ થઇ ગયા છે. જેથી આગ લાગે તો અહી સીલીન્ડર કે પાણીની લાઇન ઉપયોગમાં આવે તેવી પરિસ્થિતિમાં નથી તો આગ લાગે ત્યારે ભગવાન ભરોસે જેવી પરિસ્થિતિ સર્જાય છે.
ફાયર સેફટીની આવી હાલત અંગે જવાબદાર અધિકારી મામલતદાર એમ.એસ. ભેસાણીયાએ એવું જણાવેલ કે ફાયર સેફટીના સાધનો વિષે અમારી કોઇ જવાબદારી નથી તો અકસ્માત સર્જાય ત્યારે કોની જવાબદારી રહેશે ?
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
