<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

જૂનાગઢ ક્રુષિ યુનિવર્સિટીમાં ડિજીટલ હોર્ટીકલ્‍ચર વિષય પર નેશનલ કોન્‍ફરન્‍સનો પ્રારંભ

ભારતનુ બાગાયતી પાકોનુ ઉત્‍પાદન વર્ષ ૧૯૫૧માં ૨૫ મિલિયન ટન હતુ, જે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧.૪ બિલિયન ટન થયું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૯:   એ.એસ.એમ. ફાઉન્‍ડેશન ન્‍યુ દિલ્‍હી તેમજ જૂનાગઢ ક્રુષિ યુનિવર્સિટીના સયુક્‍ત ઉપક્રમે ઙ્કપેરાડીજીમ એન્‍ડ ડાયનેમિક્‍સ ઓફ ડીજીટલ હોર્ટીકલ્‍ચર ફોર ફુડ, ન્‍યુટ્રિશન એન્‍ડ એંટ્રેપ્રિન્‍યુયરશીપ વિષય પર આયોજિત ચાર દિવસીય નેશનલ કોન્‍ફરન્‍સ પ્રારંભ થયો છે.

આ કોન્‍ફરન્‍સમાં આઇ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકશ્રીઓ, દેશની જુદા-જુદા રાજ્‍યોની ક્રુષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓએ પ્રથમ દિવસે બાગાયત ખેતીમાં ડિજિટલ આયામો ઉપરાંત ખોરાક, પોષણ અને ઉદ્યોગ સાહસિકતાને કેન્‍દ્રમાં રાખી તજજ્ઞોએ પોતાના વિચારો વ્‍યક્‍ત કર્યા હતા.

જૂનાગઢ ક્રુષિ યુનિવર્સિટીના કુલપતી શ્રી ડૉ. વી.પી. ચોવટીયાએ જણાવ્‍યું કે, આ કોન્‍ફરન્‍સના માધ્‍યમથી અહિના સ્‍થાનિક બાગાયતી પાક તેવા કેરી અને નાળયેરી ખેતિમાં રેહલા પડકારોના ઉકેલમાં એક નૂતન માર્ગદર્શન પ્રાપ્ત થશે. તેમણે ક્રુષિ યુનિવર્સિટીના ડિજિટલ આયામો વિશે પણ જાણકારી આપી હતી. 

ભારત સરકારના ક્રુષિ અને કિશાન કલ્‍યાણ મંત્રાલયના ARSBના ચેરમેન ડૉ. સંજય કુમાર મુખ્‍ય અતિથી તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. ગેસ્‍ટ ઓફ હોનર તરીકે NRAA ભૂતપૂર્વ ચેરમેન IAS ડૉ. અશોક દલવાઇ, ICARના DDG ડૉ. ઉધમ સિંઘ ગૌતમ, ધાનુકા ગ્રુપના શ્રી આર.જી. અગ્રવાલ, પૂર્વ કુલપતિ શ્રી  એ.આર. પાઠક, અતિમસિંઘ મેમોરિયલ ફાઉન્‍ડેશન તેમજ કોન્‍ફીડરેશન ઓફ હોર્ટીકલ્‍ચર એસોસિયેશન ઓફ ઇન્‍ડીયાના ચેરમેન ડૉ. એચ.પી. સિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કોન્‍ફરન્‍સમાં ભારતનુ બાગાયતી પાકોનુ ઉત્‍પાદન વર્ષ ૧૯૫૧માં ૨૫ મિલિયન ટન હતુ, જે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧.૪ બિલિયન ટન થયું છે. ઉપરાંત બાગાયત ખેતિના સંદર્ભેમાં રસપ્રદ વિગતો આપવામાં આવી હતી. બાગાયતી પાકોમાં આવતી સમસ્‍યાઓ ખાસ કરીને જળવાયુ પરીવર્તન, ઉત્‍પાદન, ગુણવત્તા, ભાવ વગેરે સામે ટકવા માટે તજજ્ઞોએ મહત્‍વપૂર્ણ તારણો રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય  છે કે, સમગ્ર વિશ્વમાં બાગાયતી પાકોનો વ્‍યાપ ખુબ જ વધી રહ્યો છે.

કોન્‍ફરન્‍સના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી અને આચાર્ય તથા ડિન ડૉ. ડિ.કે.વરૂ સહિત ક્રુષિ તજજ્ઞો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:25 PM IST)