<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

કેશોદમાં ગરમીના પ્રકોપથી બપોર વચ્‍ચે સ્‍વયંભુ કર્ફયુ જેવી સ્‍થિતી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૯: કેશોદમાં પણ સરેરાશ ૪૨ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્‍યું હતું લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે ગરમીના પ્રકોપના કારણે ખાસ કરીને બપોર વચ્‍ચે મોટા ભાગના લોકો બહાર નીક્રુવાનું ટાળતા હોય જેથી રસ્‍તા સુમસામ ભાસતા હોય કફર્યુ જેવો માહોલ જોવા મળે છે. લોકો ગરમીથી બચવા માસ્‍ક, ટોપી બહેનો મોઢા પર કાપડ બાંધી નીક્રુતા જોવા મળ્‍યા હતા ઉપરાંત રસના સ્‍ટોલ, ઠંડા પીણાની દુકાનો પર પણ લોકોની ભીડ જોવા મળી હતી, લોકો ફ્રીઝનાં પાણીનાં બદલે માટલા ખરીદવાનું પસંદ કરતા જોવા મળ્‍યા.

તાપમાન સાથે કેશોદને લાગે વળગે છે ત્‍યાં સુધી એક હકીકત એ જોવા મળેલ છે કે સમગ્ર રાજ્‍યમાં ઉચા તાપમાન નોંધાયું હોય એવાં શહેરોની યાદીમાં કેશોદનું નામ પણ હોય છે. કેશોદનાં લોકોને આવતા દિવસોમાં ગરમીનાં પ્રકોપને સહન કરવો પડશે. દરિયા વિસ્‍તારથી નજીક  આવેલા કેશોદ શહેરમાં રાત્રિના ઠંડો પવન ફૂંકાતો હોવાથી દિવસના અસહ્ય તાપ વચ્‍ચે ભારે ઉકળાટ અને ગરમી બાદ રાત્રિના થોડી રાહત  જોવા મળે છે.

કેશોદ શહેરના ધંધા રોજગાર આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો પર આધારિત હોય હાલ કાળઝાળ ગરમીના કારણે સ્‍થાનિક શહેરમા ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોનો અભાવ જણાતો હોય પરિણામે બજારોમાં મંદી જેવો માહોલ જોવા મળી રહેલ છે. આ સ્‍થિતિ વચ્‍ચે લોકો સમયસર સારા વરસાદની આશા સેવીરહેલ છે.

(1:26 PM IST)