News of Wednesday, 29th May 2024
ફાયર સેફટીના સાધનોના અભાવે અમરેલીનું નાગનાથ કોમ્પલેક્ષ સીલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૮ : રાજકોટની દુર્ઘટનાને પગલે આખા રાજયમાં તંત્ર જાગ્યુ છે ત્યારે અમરેલીની એક્સીસ બેંક જેમાં છે તેવા કોમર્શિયલ બિલ્ડીંગ નાગનાથ કોમ્પલેક્ષને ફાયર તંત્રએ સીલ કરી દીધુ છે.અમરેલી શહેરની મધ્યમાં આવેલ નાગનાથ મંદિર પાસે કાર્યરત કોમર્શિયલ બિલ્ડીંગ ‘નાગનાથ કોમ્પલેક્ષ' જેઓને ગત તારીખ ૨૩/૨/૨૦૨૩ ના રોજ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા બાબતે ખ-૧૦ ની નોટિસ પાઠવવામાં આવેલ તેમછતાં આજદિન સુધી નોટિસ ની અવગણના કરી ફાયર સુવિધા ઉભી ન કરવાના કારણે તારીખ ૨૮/૫/૨૦૨૪ ના સંપૂર્ણ કોમ્પ્લેક્સને સીલીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.
જેમાં સીલીંગ પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત કમીટી મેમ્બર ફાયર ઓફિસર શ્રી અમરેલી,નાયબ એન્જિનિયરિંગ શ્રી પીજીવીસીએલ અમરેલી, મામલતદાર શ્રી અમરેલી શહેર, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અમરેલી, જુનિયર ટાઉન પ્લાનર અમરેલી નગરપાલિકા, સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાહતા.
આબિલ્ડીંગનીઅંદર ટયુશન કલાસીસ, બેંક, ગુજરાત રાજય બીજનિગમ લીમીટેડ, આઇએએફએલ ફાઈનાન્સ, જનાણી કલાસીસ, જનાણી કોમ્પ્યુટર, એક્સીસ બેંકનું એટીએમ સહિત ૩૫ વ્યાપારી સંસ્થાનો આવેલા છે. સાંજે ફાયર તંત્રએ આ કોમ્પલેક્ષને સીલ કરતાઆ કાર્યવાહી દરમિયાન લોકોના ટોળા ઉમટયા હતા અને ફાયર તંત્રએ ચારેય તરફથી આ કોમ્પલેક્ષને સીલ કરી દીધુ હતુ.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
