<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

શ્રી સોમનાથ મહાદેવના દર્શને શુક્રવારે અમિતભાઇ શાહ

લોકસભા ચૂંટણીના તમામ તબકકા પૂર્ણ થતા પ્રથમ જયોતિર્લીંગ મહાદેવને શીશ ઝુકાવશે

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ર૯: સોમનાથ મહાદેવ દર્શનાર્થે તા. ૩૧ને શુક્રવારે ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહનું આગમન થશે.

સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી કેન્‍દ્રીય ગૃહ મંત્રીશ્રી અમીતભાઇ શાહ તા. ૩૧ના સવારે ૧૧ વાગ્‍યે સોમનાથ દાદાને શીશ નમાવવા આવી પહોંચશે. જેના માટે અધીકારીઓ-સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા મીટીંગનો ધમધમાટ ચાલુ થયેલ છે.

લોકસભા ચુંટણીના તમામ મતદાનના તબક્કા પુર્ણ થતા સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ સોમનાથ મહાદેવને શીશ નમાવવા તા. ૩૧-પ-ર૪ શુક્રવારે સવારે ૧૧ કલાકે આવી પહોંચશે.

જાણવા મળતી વિગતો મુજબ તે ગીતા મંદિર હેલીપેડથી સીધાજ સોમનાથ દર્શન માટે જશે ત્‍યાં પૂજા કરી ગંગાજળ ચડાવી સોમનાથ દાદાને શીશ નમાવશે તેમજ ધ્‍વજારોહણ કરશે. અત્‍યારે ફકત દર્શન માટેનો ૧ કલાકનો કાર્યક્રમ હોવાનું જાણવા મળે છે. પણ કાર્યક્રમમાં ફેરફાર થાય તે સોમનાથ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ થઇ શકે છે. તો સવારને બદલે સાંજે આવશે.

જીલ્લા કલેકટર દીગ્‍વીજયસિંહ જાડેજા એસ.પી. મનોહરસિંહ જાડેજા ત્‍થા અધીકારીઓ દ્વારા આગમનને લઇને મીટીંગનો ધમધમાટ શરૂ થયેલ છે.

પોલીસ દ્વારા અન્‍ય જીલ્લામાંથી વધારાનો પોલીસ બંદોબસ્‍ત તેમજ રીહર્સલ આજે કરાશે તેમ જાણવા મળે છે.

(3:36 PM IST)