<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આજે કેસર કેરીના ૩૧૭૯૪ બોકસની આવક

હાફૂસ, રાજાપુરી, બદામ સહિતની કેરીના બોકસ આવ્યા : પ૦૦ થી ૧ હજારનો ભાવ બોલાયો

ગોંડલ, તા. ર૯ : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવક સારી થઈ હતી. જે પૈકી સૌથી વધારે બોકસ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ ૩૧૭૯૪ બોકસ કેરીની આવક થઈ હતી. ગઈકાલે ૨૮૭૪૮ બોકસ કેરીની આવક થઈ હતી.

આજે કેરીનો ભાવ શું છે?

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના ૧૦ કિલો બોકસનો ભાવ ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા રહ્યો હતો.

હાફુસ કેરીનો ૧૦ કિલો બોકસનો ભાવ આજે ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા બોલાયો હતો.

રાજાપુરી કેરીનો ૧૦ કિલો બોકસનો ભાવ આજે ૩૫૦ થી ૪૫૦ રૂપિયા બોલાયો હતો.

બદામ કેરીનો ૧૦ કિલો બોકસનો ભાવ આજે ૪૫૦ થી ૫૫૦ રૂપિયા બોલાયો હતો.

કેરીની આજે શું આવક થઈ

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના ૨૯૪૫૦ બોકસની આવક થઈ હતી.

બદામ કેરીના ૨૦૨૩ બોકસની આવક થઈ હતી.

રાજાપુરી કેરીના ૨૮૮ બોકસની આવક થઈ હતી.

હાફુસ કેરીના ૩૩ બોકસની આવક થઈ હતી.

આવો જોઈએ આજે ગોંડલ યાર્ડમાં ફ્રુટનો ભાવ શું રહ્યો, આ ભાવ ૨૦ કિલોનો છે.

(4:45 PM IST)