<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

તાલાલા યાર્ડમાં 27600 બોક્સ કેસર કેરીની આવક : 10 કિલો બોક્સના 370 રૂપિયાથી 850 રૂપિયા બોલાયા

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કુલ 31794 બોક્સ કેરીની આવક થઈ: 10 કિલો બોક્સનો ભાવ 500 થી 1000 રૂપિયા રહ્યો

તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવક આજે સારી રહી છે. આજે તાલાલા ગીર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કુલ 27600 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે તાલાલામાં 26350 બોક્સ કેરીની આવક રહી હતી.

આજે તાલાના યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 370 રૂપિયાથી 850 રૂપિયા બોલાયા હતા.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવક સારી થઈ હતી. જે પૈકી સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 31794 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 28748 બોક્સ કેરીની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 થી 1000 રૂપિયા રહ્યો હતો.

(6:37 PM IST)