News of Thursday, 30th May 2024
મોરબીની સુમરા સોસાયટીમાં રમી રહેલા બાળકનું રીક્ષા હડફેટે મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના વિસીપરામાં સુમરા સોસાયટીમાં શેરીમાં બાળકો રમતા તથા દોડાદોડી કરતા હોય દરમિયાન રીક્ષાના પાછળના ટાયરમાં હડફેટે આવી જતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના વિસીપરામાં સુમરા સોસાયટીમાં રહેતા નાજીયાબેન જાવીદભાઈ સીદીકભાઈ સુમરા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ઠાઠા વાળી લોડીંગ રીક્ષા જીજે ૦૬ વાય ૯૨૧૩ ના ચાલકે પોતાની રીક્ષા માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી વિસીપરામાં સુમરા સોસાયટીમાંથી પસાર થતા નાજીયાબેનના દીકરા સુલતાન જાવીદભાઈ સુમરા (ઉ.૯) શેરીમાં બાળકો સાથે રમતો હોય અને દોડ દોડી કરતો હોય તે વખતે રીક્ષામાં પાછળના ટાયરમાં હડફેટે લેતા સુલતાનને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો રીક્ષા ચાલક પોતાની રીક્ષા મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
