<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક જુગાર રમતા બે ઝડપાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા બે શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં જુગાર રમતા સીરાજભાઈ અલ્લારખાભાઈ પીપરવાડિયા અને આરીફભાઈ મુસ્તાકભાઈ બલોચને નોટ નંબરનો જુગાર રમતા ઝડપી પાડી તેની પાસેથી રોકડ રકમ રૂ.૨૪૦ નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


 

(12:52 AM IST)