News of Thursday, 30th May 2024
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે “સેલ્ફી માટે નહિ સેલ્ફ માટે એકાદ વૃક્ષ જરૂર ઉછેરીએ” સ્પર્ધામાં ભાગ લો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વિષય :-5- જુન ” વિશ્વ પર્યાવરણ દિવસ” ની વર્ષ 2024 ની થીમ ” “Land Restoration, Desertification And Drought Resilience””જમીન પુનઃસ્થાપન, રણીકરણ અને દુષ્કાળ સ્થિતિસ્થાપકતા “નાં અનુસંધાને “સેલ્ફી માટે નહિ સેલ્ફ માટે એકાદ વૃક્ષ જરુર ઉછેરીએ”” આ સ્પર્ધા નથી આપણાં સૌની આજ ની જરૂરિયાત છે” વૃક્ષારોપણ સાથે પર્યાવરણ માટે મારાં સંક્લ્પો નો વિડીયો બનાવી સ્પર્ધા માં ભાગ લેવા બાબતે● સ્પર્ધા નો હેતુ:- સમગ્ર વિશ્વ સાથે મોરબી જીલ્લા નાં દરેક વ્યકિત માં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે , પર્યાવરણ સુરક્ષા કાર્ય માં સહભાગી બને મુખ્ય હેતુ છે
“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર , ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં.202 મોરબી ખાતે કાર્યરત છે. તા. ૫ મી જૂને “”વિશ્વ પર્યાવરણ દિન” ની ઊજવણી થી લોકો માં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે અને પર્યાવરણ સુરક્ષા કાર્ય માં સહભાગી બને એ મુખ્ય હેતુ છે.
વિશ્વ પર્યાવરણ દિવસ તા. 5/ 6/ 2024 નાં અનુસંધાને સ્પર્ધકો એ ઘર આંગણાં માં કે ખુલ્લી જગ્યા એ એક છોડ- ક્ષૃપ- વૃક્ષ નું રોપણ કરી તેને હું જરુર ઉછેરીશ સાથે કેટેગરી મુજબ આપેલ સંકલ્પ કરતો વિડિઓ બનાવી મોકલી આપો.
કેટેગરી-1 ધો-1, 2, 3, 4 નાં સ્પર્ધકોએ ઘર આંગણે કે ખુલ્લી જગ્યાએ વૃક્ષારોપણ કરતાં કેટેગરી મુજબ નો સંકલ્પ બોલતા વિડીયો બનાવી મોકલો
કે-1 ધો-1 સંકલ્પ:- “મારાં જન્મ દિવસે એક વૃક્ષ જરૂર ઉછેરીશ “
કે-1 ધો-2 સંકલ્પ :- હું પાણી નાં ઉપયોગ પછી નળ બંધ કરીશ .
કે-1 ધો-3 સંકલ્પ:- હું કચરો ગમે ત્યાં નહિં ફેકું, કચરો હંમેશા ડસ્ટબિન માં જ નાખીશ.
કે-1ધો-4 સંકલ્પ:- હું ભોજન કરતી વખતે મારી થાળી માં જરૂર પુરતું જ લઈશ,અન્ન નો બગાડ નહિં કરું.
કેટેગરી-2 ધોરણ-5, 6, 7, 8 ના સ્પર્ધકોએ ઘર આંગણે કે ખુલ્લી જગ્યાએ વૃક્ષારોપણ કરતાં કેટેગરી મુજબ સંકલ્પ બોલતા વિડીયો બનાવી મોકલો.
કે-2 ધો-5 સંકલ્પ:- હું નોટબુક , પેપર- કાગળ માં બન્ને બાજુએ લખીશ.
કે-2 ધો-6 સંકલ્પ:- હું ન્હાવા નાં ફુવારા ની જગ્યા એ ડોલ-ટમલર નો ઉપયોગ કરીશ.
કે-2 ધો-7 સંકલ્પ:- હું જ્યારે પણ બહાર જઈશ ત્યારે મારી પાણી ની બોટલ સાથે રાખીશ
કે-2 ધો-8 સંકલ્પ:- હું પક્ષીઓ માટે ફળીયા કે અગાસી માં પાણી નું કુંડું અને ચણ રાખીશ.
કેટેગરી–3 ધોરણ-9, 10, 11, 12 માટે ઘર આંગણે કે ખુલ્લી જગ્યાએ વૃક્ષારોપણ કરતા કેટેગરી મુજબ સંકલ્પ બોલી વિડીયો બનાવી મોકલો
કે-3 ધો-9 માટે સંકલ્પ:- હું પ્લાસ્ટિક કે પોલિથિન ની બેગ ને બદલે કાપડ ની થેલી નો ઉપયોગ કરીશ.
કે-3 ધો-10 માટે સંકલ્પ :- હું શાકભાજી નો કે ઘર નો કચરો હંમેશા ડસ્ટબિન માં જ નાખીશ .
કે-3 ધો-11 માટે સંકલ્પ :- હું નજીક નાં કાર્ય માટે જવાં ચાલી ને કે સાયકલ નો જ ઉપયોગ કરીશ.
કે-3 ધો-12 માટે સંકલ્પ :- હું ટ્યુબલાઈટ, બલ્બ, ફેન કે અન્ય ઉપકરણો ની જરુરી ના હોય તો સ્વીચ બંધ કરી દઈશ.
કેટેગરી-4 કોલેજ સ્ટુડન્ટ, શિક્ષકમિત્રો , વ્યાવસાયિકો,ગૃહિણીશ્રીઓ, ખેડૂતમિત્રો તથા વાલીશ્રીઓ વગેરેએ ઘર આંગણા માં કે ખુલ્લી જગ્યાએ વૃક્ષારોપણ કરતાં કેટેગરી -મુજબ નો સંકલ્પ બોલતાં વિડીયો બનાવી મોકલો.
કે-4 કોલેજ સ્ટુડન્ટ- સંકલ્પ :- હું મારાં મોબાઇલ નાં ડેટા કે વાઈફાઈ ની જરૂર ના હોય ત્યારે ..ખાસ રાત્રે બંધ રાખીશ.
કે-4 શિક્ષકમિત્રો માટે સંકલ્પ:- ઘર- સ્કૂલ પરિવાર માં જન્મ દિવસ કે ખાસ દિવસે ઘર, સ્કૂલ કે ઓફીસ ની આસપાસ જગ્યા હોય ત્યાં વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેરીશું.
કે-4 વ્યાવસાયિકો માટે સંકલ્પ:-પ્રદુષણ રોકવા , બળતણ બચાવવા વાતચીત, ટ્રાફિક સિગ્નલ કે ટ્રાફિક માં 20 સેકન્ડ થી વધુ સમય માટે વાહન નું એન્જીન બંધ કરી ઈંધણ બચાવીશ, બ્રેક નો ઉપયોગ ઘટાડીશ.
કે-4 -ગૃહિણીશ્રીઓ માટે સંકલ્પ:- હું ઘર -વાહન સાફ કરતી વખતે ભીનાં કપડાં થી સાફ કરી પાણી ની બચત કરીશ.
કે-4 ખેડૂતમિત્રો માટે સંકલ્પ:- હું ઈલેક્ટ્રીક, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદ કરતી તેનાં સ્ટાર જોઈને ઓછાં વિજળી કન્ઝ્યુમ કરતી હોય તેવી આઈટમ ખરીદ કરીશ.
કે-4 વાલીશ્રીઓ માટે સંકલ્પ:- હું એ. સી. નો વપરાશ ઘટાડીશ, જ્યારે જરુર હોય ત્યારે ૨૪ કે ૨૬ ડિગ્રી ઉપર રાખીશ.
વિશ્વ પર્યાવરણ દિવસે તમારાં ઘર આંગણાં કે ખુલ્લી જગ્યાઓ માં એક છોડ- ક્ષૃપ-વૃક્ષ નું રોપણ કરી તેને હું જરુર ઉછેરીશ, સાથે કેટેગરી મુજબ સંકલ્પ કરતો વિડીયો બનાવી મોકલી આપો. બધાંજ સ્પર્ધકોને પ્રમાણપત્ર મળશે તેમા નાં શ્રેષ્ઠ વિડીયો ને સિલ્ડ તથા પ્રમાણપત્ર મળશે, આ સ્પર્ધા માં ભાગ લેવા ની છેલ્લી તા. 5/ 6/ 2024 સાંજે 6= 00 કલાક સુધી માં નીચે આપેલ કોઈપણ એક વોટ્સપ નંબર પર મોકલી આપો 98249 12230, 97279 86386
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
