News of Thursday, 30th May 2024
મોરબીના પંચાસર રોડ પરના સ્પા કેસમાં આરોપીનો જામીન પર છુટકારો થયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના પંચાસર રોડ પર આવેલ સ્પાના કેસમાં આરોપી રાહુલ બારૈયાનો ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાંથી જામીન પર છુટકારો થવા પામ્યો છે.
મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીના કબ્જા ભોગવટા વાળા આનંદા ફેમીલી સ્પામાં અન્ય આરોપીને મદદ માટે રાખી ગેરકાયદે દેહ વ્યાપારનો ધંધો ચલાવી ફૂટણખાનું ચલાવતા હોય પોલીસે રેડ કરી આરોપીને ઝડપી લીધા હતા અને મુદામાલ કબજે લઈને રિમાન્ડ મેળવ્યા બાદ જેલહવાલે કર્યા હતા જેથી આરોપીએ જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા મારફત જામીન મેળવવા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ (દેવધરા સાહેબ) ની કોર્ટમાં જામીન અરજી કરી હતી.
જે જામીન અરજીમાં બંને પક્ષે કાયદાકીય દલીલો રજુ કરી હતી જેમાં આરોપી તરફેના વકીલે ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા જેથી કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલો માન્ય રાખી આરોપી રાહુલ ગોરધન બારૈયાને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે.
જે કેસમાં આરોપી તરફે જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, જે ડી સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા સહિતના રોકાયેલ હતા.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
