News of Thursday, 30th May 2024
ભાવનગરના રબારીકાના કલ્પેશ બગડાનો ગેમઝોનમાં ભોગ લેવાતા અરેરાટી : મૃતદેહ સોંપાયો
અગ્નિકુંડમાં ભાવનગર પંથકમાં ૨ના મોતથી ઘેરો શોક

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩૦: રાજકોટના ગેમઝોનમાં ગત શનિવારે થયેલી અગ્નિકાંડની કરૂણાંતિકામાં ભાવનગર જિલ્લાના જેસર પંથકના રબારીકા ગામના લાપત્તા બનેલ યુવાનના ડીએનએ મેચ થતા યુવાનની ઓળખ થઈ હતી. ગઈકાલે તેના મળતદેહની રબારીકા ગામે દફનવિધિ કરવામાં આવી હતી.
રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટેલ પાસે ટીઆરપી ગેમઝોનમાં ગયા શનિવારે સાંજના સુમારે લાગેલી આગમાં બાળકો સહિત ૨૮ લોકોએ જાન ગુમાવ્યા હતા.આ દૂર્ઘટનામાં મળતકોની ઓળખ થાય તેમ ન હોવાથી તેઓના ડીએનએના આધારે મળતકની ઓળખ કરવામાં આવી રહી છે. મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રબારીકા ગામના અને રાજકોટ રહેતા કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.વ.આશરે ૨૦) આ ગેમઝોનમાં નોકરી કરતા હતા. જેઓ બનાવ બાદ લાપતા હતા.
દરમિયાનમાં, મળતક કલ્પેશભાઈના ડીએનએ મેચ થતા તેમની ઓળખ થઈ હતી. તેમના મળતદેહને પરિવારજનોને સોંપાતા ગઈકાલે વતન રબારીકા ગામે દફનવિધિ કરવામાં આવી હતી. આ બનાવથી સમગ્ર જેસર પંથકમાં ભારે શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના અગ્નિ કાંડ માં ભાવનગર શહેરના યુવાન વકીલનું પણ મોત નિપજ્યું હતું. આમ આ બનાવમાં ભાવનગર જિલ્લાના કુલ બે યુવાનોના મોત નીપજ્યા છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
