<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ગવરીદળમાં કારની ઠોકરે ચડતાં ૭૪ વર્ષના કુરજીભાઇ નળીયાપરાનું મોત

રાતે જમીને ઘરમાંથી નીકળી રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૩૦: શહેરના મોરબી રોડ પર આવેલા ગવરીદળ ગામમાં કારની ઠોકરે ચડી જતાં વૃધ્‍ધનું મોત થયું છે. રાતે જમીને ઘરની બહાર નીકળી રસ્‍તો ઓળંગી સામેની તરફ જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગવરીદળમાં રહેતાં કુરજીભાઇ હીરાભાઇ નળીયાપરા (ઉ.વ.૭૪) રાતે સાડા નવેક વાગ્‍યે ઘરે વાળુ કર્યા બાદ આટો મારવા માટે ઘરની બહાર નીકળી સામેની તરફ જવા રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે અચાનક આવેલી ક્રેટા કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ભાવેશભાઇ મકવાણાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર કુરજીભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. પોતે નિવૃત જીવન જીવતાં હતાં. પરિવારજનોના કહેવા મુજબ કારના નંબર મળી ગયા છે. તેના આધારે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.

(11:10 AM IST)