<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રાજકોટ અગ્નિકાંડના પગલે જૂનાગઢના ૪ સહિત જિલ્લાના ૭ ગેમઝોન માલિકો સામે ગુનો

પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરીઃ જાહેર જનતાની જીંદગી અને શારીરીક સલામતી જોખમાઇ તેવી બેદરકારી જોવા મળી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૩૦: રાજકોટ અગ્નિકાંડના પગલે પોલીસે ફરિયાદી બની જૂનાગઢના ૪ સહિત જિલ્લાનાં ૭ ગેમ ઝોન માલિકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

૨૫ મેના રોજ રાજકોટના નાના મવા મેઇન રોડ ઉપર આવેલ સયાજી હોટલ નજીકના ટીઆરપી મોલ ખાતેના ગેમીંગ ઝોનમાં આગ લાગતા બાળકો સહિત ૨૮ થી વધુ વ્‍યક્‍તિના મળત્‍યુ નીપજ્‍યા હતા.

 આ બનાવની ગંભીરતા લઈ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયાની સૂચનાથી એસ.પી હર્ષદ મહેતાનાં માર્ગદર્શનમાં પોલીસે ફરિયાદી બની જૂનાગઢના ૪ સહિત ૭ ગેમિંગ ઝોનના માલિકો સામે પોતાનાં આર્થિક લાભ ખાતર ગેરકાયદેસર ગેમ ચલાવવાતું હોય, ફાયર સેફ્‌ટી શરતો, સંકટ સમયે બહાર નીકળવાની વ્‍યવસ્‍થા, સાર્વજનિક આનંદ ઙ્કમોદ ઙ્ઘિમાઈસીસ લાયસન્‍સ, ફાયર સેફ્‌ટીના સાધનો ન હોવા સહિતની શરતોનો ભંગ થતો હોય જાહેર જનતાની જિંદગી અને શારીરિક સલામતી જોખમાઈ એવી બેદરકારી રાખતા કલમ ૩૩૬, ૧૧૪,  ૧૩૧ (ક) ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જેમાં સવાણી હેરિટેજ, જૂનાગઢના સવાણી હેરિટેજ કન્‍ઝર્વેશન પ્રા. લી. દ્વારા પ્રફુલભાઈ દુદાભાઈ મહિડા તથા સ્‍નુક સીટી, જૂનાગઢનાં  જયદેવસિંહ નિર્મલસિંહ વાઘેલા તથા રોયલ ગેમઝોન, જૂનાગઢના  નારાયણભાઈ નંદલાલ ઠક્કર તેમજ વાસુ સુંદર ઓર્ગેનાઇઝર ધ ફન લિયો રિસોર્ટના વ્‍યક્‍તિનો નરેન્‍દ્રભાઈ કોટેચા સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત શુભ ગેમઝોન, માંગરોળના વિશાલચંદ્ર પ્રકાશભાઈ કુબાવત તથા લાયન સ્‍નૂકર હબ, માંગરોળના આનંદ મનસુખભાઈ વાજા તેમજ લાયન ગેમઝોન,  કેશોદના પરબતભાઈ નાથાભાઈ ઉલવા તથા આનંદભાઈ મનસુખભાઈ વાજા સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.(

(11:12 AM IST)