News of Thursday, 30th May 2024
મોરબીના કુબેરનગર ૩માં એટેક આવતા વૃધ્ધનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૩૦: કુબેરનગર ૩માં રહેતા પ્રફુલભાઇ હિમતલાલ માટલિયા (ઉ.૬૨) ને ગત તા. ૨૯ના રોજ હાર્ટએટેક આવતા તેનું મૃત્યુ નીપજ્યુ હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લગધીરનગર નજીક નદીમાં
પડી જતા યુવાનનું મોત
મોરબીના નવા મકનસર ગામે રહેતા દેવાભાઇ નરેન્દ્રભાઇ અજાણા (ઉ.૧૬) લગધીરનગર ગામની સીમમાં આવેલ જોગ ડુંગરી મંદિર નજીક નદીમાં કોઇ કારણોસર પડી જતા તેનું મૃત્યુ નીપજ્યુ હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
