<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

વાંકાનેરની કોઠારીયા સેવા સહકારી મંડળીના હોદેદારોની બિનહરીફ વરણી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૩૦:  તાલુકાના કોઠારીયા ગામની સેવા સહકારી મંડળીની થોડા દિવસ પહેલા સામાન્‍ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં નવા ચુંટાયેલા પ્રતિનિધિઓમાંથી આજરોજ હોદેદારો બીનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે બાદી હબીબભાઇ હસનભાઇ, ઉપપ્રમુખ તરીકે જાડેજા  કનકસિંહ ભીખુભા તથા લોન સમીતીમાં ઝાલા પ્રવિણસિંહ ગંભીરસિંહની વરણી કરવામાં આવી હતી.

(11:14 AM IST)