News of Thursday, 30th May 2024
તંત્ર જાગ્યુઃ ગેમઝોન દુર્ઘટનાના પડઘા ધ્રોલ સુધી પડ્યાઃ સી.એચ.સી. સહિત ૬ હોસ્પિટલને નોટીસ ફટકારી
ધ્રોલમાં આવેલી આર્શીવાદ હોટલના ગેમઝોનને ફાયર ઓફિસર દ્વારા સીલ કરાયું

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા. ૩૦: રાજકોટ ગેમઝોનની દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના તમામ ગેમઝોન માં ચકાસણી કરવા માટેના આદેશો અપાયા છે, ત્યારે ધ્રોલની ણૂત્ર્ણૂ હોસ્પિટલ સહિત છ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેમાં તમામ હોસ્પિટલના ડોક્યુમેન્ટ પૂરા પાડવા માટે નોટિસ પાઠવવામાં આવી અને નાના દવાખાનાઓને ફાયર સેફ્ટીના સાધનો વસાવા કાલાવડ ફાયર ઓફિસર એમ.ડી. પરમાર તથા ધ્રોલ પોલીસ નગરપાલિકાનું સ્ટાફ અને પીજીવીસીએલ સ્ટાફ સાથે કાર્યવાહી કરવામાં આવી જામનગર શહેર અને જિલ્લામાં રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર ચકાસણી થઈ રહી છે, જે દરમિયાન ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલના ગેમઝોનમાં લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોવાથી ફાયર શાખાના અધિકારી દ્વારા તેના પર સીલ મારી દેવામાં આવ્યુ રાજકોટ ગેમઝોનની દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના તમામ ગેમઝોનમાં ચકાસણી કરવા માટેના આદેશો અપાયા છે, જેના સંચાલક હર્ષદભાઈ પટેલ નું નિવેદન નોંધવામાં આવ્યું હતું, અને ફાયર વિભાગ સહિતની જુદી જુદી એનઓસી બાબતની તપાસણી કરતાં એનઓસીની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોવાના કારણે ફાયર ઓફિસર એમ.ડી. પરમાર દ્વારા ગેમઝોનને સિલ મારી દેવામાં આવ્યું છે, અને લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ગેમઝોનને શરૃ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે તેવુ જણાવેલ હતું.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
