<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

શ્રી સોમનાથ મહાદેવના દર્શને કાલે અમિતભાઇ શાહ

ધ્‍વજારોહણ કરશે : તંત્ર દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત : લોકસભા ચૂંટણીના તમામ તબક્કા પૂર્ણ થતા પ્રથમ જયોર્તિલીંગના દર્શન કરશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩૦: સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તથા કેન્‍દ્રીય ગળહમંત્રીશ્રી અમીતભાઇ શાહ કાલે તા.૩૧ના સવારે ૧૧ વાગ્‍યે સોમનાથ દાદાને શિશ નમાવવા આવી પહોંચશે જેના માટે અધિકારીઓ સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા મીટીંગનો ધમધમાટ ચાલુ થયેલ છે.

લોકસભા ચુંટણી ના તમામ મતદાનના તબકકા પર્ણ થતા સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી કેન્‍દ્રીય ગળહમત્રી અમીતભાઇ શાહ સોમનાથ મહાદેવને શિશ નમાવવા તા.૩૧/૫ શુક્રવારે સવારે ૧૧ કલાકે આવી પહોંચશે જાણવા મળતી વિગત મુજબ તે ગીતા મંદિર હેલીપેડ થી સોધા સોમનાથ દર્શને માટે જશે ત્‍યાં પુજાવીધી કર્યા બાદ ધ્‍વજારોહણ કરશે અત્‍યાર ફક્‍ત દર્શન માટે નો એક કલાક નો કાર્યક્રમ હોવાનું જાણવા મળેલ છે પણ કાર્યક્રમમાં ફેરફાર થાય તો સોમનાથ સર્કીટહાઉસમાં રાત્રી રોકાણ કરશે અને સવારના બદલે સાંજે આવશે.

જીલ્લા કલેકટર દિવિજયસિંહ જાડેજા, એસ.પી મનોહરસિંહ જાડેજા તથા અધિકારીઓ દ્વારા આગમનને લઈને મીટીંગનો ધમધમાટ શરૂ થયેલ છે પોલીસ દ્વારા અન્‍ય જીલ્લા માંથી વધારાનો પોલીસ બંદોબસ્‍ત તેમજ રીહર્સલ સાંજે કરાશે તેમ જાણવા મળેલ છે

(12:23 PM IST)