<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ચરાડવામાં પૂ. દયાનંદગીરીજી મહારાજના સાનિધ્‍યમાં શ્રી મહાકાળી માતાજીના પાટોત્‍સવમાં ભાવિકો ઉમટયાઃ રાત્રીના ડાક-ડમ્‍મર કાર્યક્રમ

રાજકોટ, તા., ૩૦: ભાવિકોના આસ્‍થાના પ્રતિક ચરાડવાનાં શ્રી મહાકાળી માતાજીનો ૧પ મો પાટોત્‍સવની  પૂ. સંતશ્રી દયાનંદગીરીજી મહારાજના સાનિધ્‍યમાં આજે સવારથી ઉજવણી થઇ રહી છે. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટયા છે. પૂ. સંત શ્રી દયાનંદગીરીજી મહારાજના ભાવિકો આશીર્વાદ લઇને ધન્‍યતા અનુભવી રહયા છે. આખો દિવસ અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. જયારે રાત્રીના ડાક-ડમ્‍મરનો કાર્યક્રમ યોજાયો છે.

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં આવેલ શ્રી મહાકાળી માતાજી આશ્રમે ગુરૂવર્ય પૂ. દયાનંદગીરીજી મહારાજના સાનિધ્‍યમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.

જે અંતર્ગત મહાકાળી માતાજીની અસીમ કૃપાથી મહાકાળી આશ્રમનાં સાનિધ્‍યમાં ચરાડવા મુકામે શ્રી ભગવતી મહાકાળી માતાજી મંદિરનો પંદરમાં પાટોત્‍સવનું ભવ્‍ય આયોજન આજે કરેલ છે. પાટોત્‍સવમાં યજ્ઞ પ્રારંભ સવારે ૮-૦૦ કલાકે, મહાપ્રસાદ બપોરે ૧ર-૦૦ કલાકે, બીડુ હોમવાનો સમય સાંજે ૪ કલાકે યોજાશે.

ડાક ડમ્‍મરનો કાર્યક્રમ આજે રાત્રે ૧૦ કલાકે યોજાશે.

પ.પૂ. દયાનંદગીરીજી મહારાજ, પરમ શિષ્ય અમરગીરીજી મહારાજની નિશ્રામાં સેવક સમુદાય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

(12:02 PM IST)