<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

મોરબીના મચ્‍છુ-૨ ડેમ પાસે નદીમાં ન્‍હાવા પડેલા કિશોરનું ડૂબી જતા મોત

મોરબી જિલ્લામાં છેલ્લા થોડા જ દિવસોમાં પાણીમાં ડૂબી જતા ૮ના મોત નિપજ્‍યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : મકનસરના બે મિત્રો આજે મચ્‍છુ-૨ ડેમ પાસે નદીના ન્‍હાવા ગયા હતા. જેમાંથી દેવરાજભાઈ નરેન્‍દ્રભાઈ, (ઉ.વ. ૧૭) ડૂબી ગયો હતો. જેને પગલે બપોરે ૨ વાગે મોરબી કંટ્રોલરૂમમાં કોલ આવેલો હતો કે મચ્‍છુ ડેમ ૨ મંદિર પાસેના વિસ્‍તારમાં એક વ્‍યક્‍તિ ડૂબી ગયેલ છે. મોરબી ફાયર દ્વારા રેસ્‍કયુ ટીમ રવાના કરી હતી. આ ટીમે લોકલ તરવૈયા સાથે બે કલાકની જહેમત બાદ કિશોરને પાણીમાંથી બહાર કાઢયો હતો અને સિવિલ હોસ્‍પિટલ ખસેડયો હતો.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મોરબી જિલ્લામાં ત્રણ-ત્રણ બાળકો અને યુવાનો મળી ૬ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. ત્‍યારબાદ વધુ એક યુવાનનું પણ ડૂબી મોત નીપજ્‍યું હતું. ઉપરાંત આજે પણ એક કિશોરનું મોત થયું છે. આમ થોડા જ દિવસોમાં ૮ લોકોના ડૂબી જતાં મોત નિપજ્‍યા છે.

(12:25 PM IST)