News of Thursday, 30th May 2024
શાપરમાં ત્રીજા માળે રમતી વખતે સીડી પરથી પટકાતાં ૩ વર્ષના દિપાંશનું મોત
રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુઃ યુપીના પરિવારમાં શોક

રાજકોટ તા. ૩૦: શાપર વેરાવળમાં કંપનીના ક્વાર્ટરમાં રહેતાં મુળ યુપીના પરિવારનો ૨ વર્ષનો પુત્ર ત્રીજા માળે રમતો રમતો સીડી પરથી પડી જતાં ઇજા થતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ શાપરમાં સાઇ ઓટો કંપની ખાતે કામ કરતાં અને તેના ક્વાર્ટરમાં રહેતાં મુળ યુપીના યદુનાથ ગોૈતમનો પુત્ર દિપાંશ (ઉ.વ.૨) સાંજે આઠેક વાગ્યે ક્વાર્ટરમાં ત્રીજા માળે રમતો હતો ત્યારે અકસ્માતે સીડી પરથી પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલાએ શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દિપાંશ ત્રણ ભાઇમાં નાનો હતો.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
