News of Thursday, 30th May 2024
મત ગણતરી આડે ગણતરીના દિવસો બાકી છતાં જૂનાગઢમાં હજુ મતદાનના પાટિયા યથાવત
તાલુકા સેવા સદનના પ્રવેશદ્વાર પાસે જ ૨૨ દિવસ પછી પણ અપીલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ : મત ગણતરી આડે ગણતરીના દિવસો બાકી છતાં જૂનાગઢમાં હજુ મતદાનનાં પાટિયા યથાવત જોવા મળી રહ્યા છે.લોકસભા ચૂંટણીનું મતદાન ૭ મે નાં રોજ યોજાયું હતું. અને હવે મતગણતરી થવાને આડે ગણતરીના દિવસો બાકી છે. લોકશાહીના મહા પર્વમાં વધુમાં વધુ મતદારો સહભાગી થાય અને તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જનજાગળતિના અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને અધિકારીઓ, કર્મચારીઓએ વગેરેએ અભિયાન ચલાવ્યું હતું. એટલું જ નહિ જૂનાગઢ શહેર સહિતના વિસ્તારોમાં ‘હું જાગળત મતદાર છું હું મતદાન અવશ્ય કરીશ' વોટ ફોર સ્યોર, મત આપશે જુનાગઢ સહિતના સ્લોગન, મતદાન તારીખ વાર દર્શાવતા બોર્ડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના નામ સાથે જન જાગળતિ અર્થે લગાવવામાં આવ્યા હતા. આવું એક પાટિયુ હજુ પણ મતદાન થયાને ૨૨ દિવસ પછી પણ શહેરમાં જૂનાગઢ તાલુકા સદનનાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે લાગેલું જોવા મળી રહ્યું છે.
હવે તો મત ગણતરીનું કાઉન્ટ ડાઉન શરૂ થવામાં છે ત્યારે મતદાન અંગેના પાટીયા તંત્રએ ઉતારી લેવા જોઈએ એવો લોકમત પ્રવર્તે છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
