News of Thursday, 30th May 2024
આસામના શકિતપીઠ કામાખ્યા માતાજીના મંદિરે ૨૧ જૂનથી અનુષ્ઠાન

આગામી ૨૧ જૂન શુક્રવારની રાત્રી ૨૪-૫ કલાકે આદ્રા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરે છે. આવા પ્રસંગો વર્ષમાં એક જ વખત આવે છે. તેથી આ સમયે કામાખ્યાદેવી રજસ્વલાનો સમય હોવાથી આ સમયે શિવજીનો વાયુસ્વરૂપે કામાખ્યા મંદિરમાં વાસ હોય છે. જેને શિવશકિતનું મિલન એટલે કે શ્રી કામ્યસિદ્ધયોગ કહે છે. જે તા. ૨૧ થી ૨૬ સુધી આ કામ્ય સિદ્ધ યોગ હોય છે. અને વિશેષમાં આ વખતે અષાઢી ગુપ્ત નવરાત્રી પણ છે.
આ સમયે માતાજીનું મંદિર બંધ હોય છે અને માતાજીની ઉપાસના માટેનો સિદ્ધયોગ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયે વિશ્વભરમાંથી માતાજીના ભકતજનો આવીને માતાજીના મંદિરની ૧૬ પરીક્રમા કરે છે જેને સોડષી કહેવામાં આવે છે.
આ સમયે માતાજીના પૂજા - પાઠ - મંત્રજપ, સાધના, ઉપાસના, આરાધના આ દિવસોમાં ખાસ કરવામાં આવે છે. અને આ સમયે કામાખ્યા મંદિરમાં કરેલી ઉપાસના ફળદાયી બને છે અને છેલ્લા દિવસે માતાજીનો યજ્ઞ, તર્પણ, માર્જન, બ્રહ્મભોજન, દાન, દક્ષિણા આપવામાં આવે છે.
આ વખતે શાષાી વિજયભાઈ વ્યાસ (જસદણવાળા) ૨૧ બ્રાહ્મણોની ટીમ સાથે અનુષ્ઠાન કરવા જાય છે.
ત્યાં ખાસ કરીને કુંવારીકા પૂજન સોળ શણગાર અર્પણ કરીને કુંવારીકાને જમાડીને તેના આર્શીવાદ લેવામાં આવે છે. આ રીતે કામાખ્યા માતાજીના મંદિરે માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવે છે.
કામાખ્યા સિદ્ધ મંત્ર પ્રયોગ
ૐ ર્ભું ભુવઃ સ્વ. કામાખ્યે વિદમ્હે
ભગવત્યા ધીમહી તન્નો ગૌરી પ્રચોદયાત્
ખાસ નોકરી માટે
ૐ નમો ભગવતી કામાખ્યા સર્વજન મોહીની
સર્વકાર્ય વરદાઈ મમ વિકટ સંકટ હરણી
મમ મનોરથ પુરણી મમ શોક વિનાશીની
ૐ કામાખ્યા નમઃ
રોગ મુકિત માટે
ૐ નમો કામાખ્યા પરમેશ્વરી
મમશરીરે પાહી પાહી સ્વાહા
લગ્ન માટે
ૐ હ્રીં યોગીની - યોગીની - યોગેશ્વરી - યોગેશ્વરી
યોગભયંકરી સફલસ્થા વરજંગ મનસ્ય મુંખમ
રદયમ મમ વશમાકર્ષયાકર્ષણ સ્વાહા
શ્રી યંત્ર (લક્ષ્મી)ની પૂજા અનુષ્ઠાન માટે છેલ્લા ૧૯ વર્ષથી અવિરત કામાખ્ય મંદિરે જાય છે તો જે લોકોને શ્રી યંત્ર (લક્ષ્મી) યંત્રની ઉપાસના અનુષ્ઠાન કરાવવુ હોય તો શાષાીજી વિજયભાઈ વ્યાસ (જસદણવાળા)નો સંપર્ક કરવો.
વિજયભાઈ વ્યાસ
શાષાી (જસદણવાળા)
મો. ૦૯૪૨૬૨ ૮૯૦૩૫

(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
