<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ખંભાળિયા તાલુકાના બેહ ગામના સરપંચ દ્વારા ઉમદા કાર્ય

ગામમાં પાણીની તંગી સર્જાતા પોતાની વાડીએ ઉનાળુ પાક વાવવાના બદલે માનવીય અભિગમ અપનાવી ગામમાં પાણી વિતરણ શરૂ કર્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહદ અંશે  ગામોના સ્થાનિક જળ સ્ત્રોતોમાં પાણી ઓછા કે ખાલી થઈ ગયા છે કે પછી અન્ય જળ સ્ત્રોતો નથી હાલ ઉનાળો હોય મોટાભાગના બોર કુવા તળાવ ડેમોમાં પાણી તળિયે કે ખલાસ છે ત્યારે પચાસ ટકા થી વધુ ગામો નર્મદાનું પાણી આધારિત હોય નર્મદાનું રોજ પાણીની માંગ વધે છે તથા કેટલીક વાર ફોલ્ટ થતા કલાકો સુધી પાણી પુરવઠો ખોરવાઈ જાય છે તેમજ વિજકાપ આવે ત્યારે અથવા ત્યાંથી પાણી આવ્યા પછી સ્થાનિક ગામોના પંપોમાં પણ વીજ પુરવઠો બંધ થતાં કલાકો પાણીની લાઇન બંધ રહેતા લોકોને પરેશાની થાય છે આવી જ પાણીની જરૂરિયાતની મુશ્કેલી ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં સર્જાય રહી છે આ અંગે બેહ ગામના અગ્રણી અને જુંગીવારા ધામ અંનક્ષેત્ર ટ્રસ્ટના ચેરમેન વેરશીભાઈ માયાણીએ જણાવ્યું હતું કે ચાર હાજર ની વસ્તી ધરાવતા બેહ ગામમાં સુ-સિદ્ધ જુંગીવારા ધામ આવેલું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં દર્શનાર્થે આવતા હોય ત્યાં અન્નક્ષેત્રનો કાર્ય પણ ચાલુ હોય તેમજ ગામની ગૌશાળા તેમજ પશુ ઢોર અને લોકોને પીવાના પાણીની જરૂરિયાત ઊભી થતી જોવા મળી રહે છે ત્યારે હાલ ગામમાં પાણીના સ્ત્રોત ઘટતા નર્મદા પાણી આધારિત ગામ થયું છે પરંતુ ૧૦ થી ૧૫ દિવસે એકવાર પાણી મળી રહ્યું છે ત્યારે મુશ્કેલી પડતી હોય ત્યારે બેહ ગામના યુવા સરપંચ પ્રવીણભાઈ મોમાયાભાઈ ગઢવીએ  ગામથી ચાર કિલોમીટર દૂર પોતાની વાડીએથી ઉનાળુ પાકની પિયત કરવાના બદલે ગામમાં પાણીની જરૂરિયાત પૂરી થાય તે સંદર્ભે પોતાના ખર્ચે બોરકુવા માંથી પાણી પૂરું કરવાની વ્યવસ્થા હાથ ધરી છે. આ ઉમદા કાર્ય કરવા બદલ સરપંચ પ્રવીણભાઈ ભાઈ એ માનવતાવાદી અભિગમ અપનાવી આ ઉમદા કાર્ય કરતા ગ્રામજનો આભાર વ્યકત કર્યો હતો.(

(1:19 PM IST)