<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ભાણવડના પાછતરડીમાં મોર અને ગ્રામ્ય વિસ્તારમાં ખિસકોલીના બચ્ચાઓને જીવતદાન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩૦ :  દ્વારકા જિલ્લાના  ભાણવડના પાછતરડી ગામે એક કુતરાએ ઘાયલ કરેલ રાષ્ટ્રીય પતિ મોર એક અવાવરૂ કુવામાં પડી જતા તેની જાણ એનિમલ લવર્સ ગ્રુપ ભાણવડને થતા આ સંસ્થાના અશોકભાઇ તથા અરજણભાઇ મોરીએ અવાવરૂ ઉંડા કુવામાં ઘાયલ પડેલા મોરનેબ હાર કાઢીને તેને પ્રાથમિક સારવાર આપીને વન વિભાગ ભાણવડને સોંપતા તેમણે પોરબંદર ઇજાગ્રસ્ત મોરને મોકલીને મોરને નવજીવન આપ્યું હતુ.ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં એક ખિસકોલીનું માર્ગમાં નીકળતા મૃત્યુ થતા તેના નાના તાઝા જન્મેલા ત્રણ બચ્ચાઓની દયાજનક સ્થિતિમાં થતાં એીનમલ લવર્સ ગ્રુપને જાણ કરાતા તેમણે આ ત્રણેય બચચાઓને નંદી આશ્રમ લઇ જઇ રોજની રૂ ની વાટથી દુધ પીવડાવીને આ નાના બચ્ચાઓને જીવતદાન આપ્યું છે.

(1:20 PM IST)