News of Thursday, 30th May 2024
૩૦ બનાવટી વેબસાઇટ, ૪૦ ગુગલ એડસ બનાવનાર રોનીત સિંઘ ઝડપાયો
ભારતના વિવિધ પર્યટક-ધાર્મિક સ્થાનોની હોટેલ-રીસોર્ટને ટાર્ગેટ કરનારને દિલ્હીથી ઝડપી લેતી સાયબર ક્રાઇમ દેવભૂમિ દ્વારકા પોલીસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૩૦: પોલીસ મહાનિરીક્ષક, અશોકકુમાર યાદવ, રાજકોટ રેન્જ, રાજકોટ અને પોલીસ અધિક્ષક, નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દીક પ્રજાપતિએ ખુબ જ ગંભીરતાથી લઇ સાયબર ક્રાઇમ પો.સ્ટેને હોટલ બુકીંગ ફ્રોડના બનાવોને ત્વરીતે ગુન્હા નોંધી, શોધી કાઢવા સુચના માર્ગદર્શન આપેલ છે.
ફરીયાદીશ્રીએ ફરીયાદ આપેલ કે, તેમની જીંજર હોટેલના નામનો ઉપયોગ કરી, ઓરીઝનલ વેબ સાઇટ જેવી અન્ય ફેક વેબસાઇટ બનાવી, તેની ગુગલ એડ્સ મુકી, પોતાનો મોબાઇલ નંબર તેમાં રાખી, પ્રવાસીઓ/દર્શનાર્થીઓ પાસે એડવાન્સ પેમેન્ટ ઓનલાઇન ટ્રાસ્ફર કરાવી, દર્શનાર્થીઓ સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કરેલ જે આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૫૦૧૦૨૪૦૦૦૯/૨૦૨૪ ઇ.પી. કો. કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૬૯, ૪૭૧ તથા આઇ.ટી. એકટ કલમ ૬૬ (સી), ૬૬(ડી) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ.
જે બાબતે સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર પી.પી.બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા સદર ગુન્હાના મુળ સુધી પહોંચી ગુન્હાના આખા નેટવર્કનો પર્દાફાસ કરી, મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા સાયબર ક્રાઇમની ટીમને તુરંત જ રવાના કરી ટીમનુ સતત મોનીટરીંગ રાખી, સાયબર ક્રાઇમ પો.સ્ટેની ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ કરી દિલ્હીથી ફેક વેબસાઇટ બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવેલ.
રોનીત અજીતકુમાર સિંઘ, ઉ.વ.૨૧ ધંધો. પ્રાઇવેટ નોકરી, રહે. વિધ્યાલય માર્ગ, કેવલપાર્ક, આજાદપુર, ન્યુ દિલ્હીની ધરપકડ કરી છે. આરોપીએ ૩૦ થી વધુ અલગ-અલગ વિસ્તારની અલગ-અલગ હોટેલ/રીસોર્ટ બુકીંગ વેબસાઇટ બનાવેલ હતી આ વેબસાઇટનુ કામ આપનાર વ્યકિતઓ પાસેથી પોતે એક વેબસાઇટના ૬,૦૦૦/- થી ૭,૦૦૦/- રૂપીયા ઓનલાઈન લેતો હોવાની કબુલાત કરેલ છે. તેમજ તેણે ૪૦ જેટલી ફેક ગુગલ એડ્સ બનાવેલ હોવાની પણ કબુલાત કરેલ છે.
આ કામગીરી પી.પી. બ્રહ્મભટ્ટ, પોલીસ ઇન્સ્પેકટર, સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા, એન.એસ.ગોહીલ, પોલીસ સબ ઇન્સ., સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા, પી. જે. ખાંટ, પોલીસ સબ ઇન્સ., સાયબર ક્રાઇમ પો.સ્ટે. દેવભુમી દ્વારકા, એસ.વી.કાંબલીયા, પોલીસ સબ ઇન્સ., સાયબર ક્રાઇમ પો.સ્ટે, દેવભુમી દ્વારકા, ધરણાંતભાઇ કે. બંધિયા, હેડ કોન્સ., હેમંતભાઇ ડી. કરમુર, હેડ કોન્સ.., પબુભાઇ ડી. ગઢવી, પો. કોન્સ, હેભાભાઇ કે. ચાવડા, પો. કોન્સ., અજયભાઇ આર. વાઘેલા, પો. કોન્સ.. કલ્પનાબેન કે. બાંભણીયા, પો. કોન્સ., તેમજ સાયબર ક્રાઇમ પો.સ્ટે ટીમએ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક, નિતેશ પાંડેયની જનતા જોગ અપીલ છે કે, આપના મોબાઇલ/કોમ્પ્યુટર મારફતે હોટેલ બુકીંગ/ફલાઇટ બુકીગ/બસ બુકીંગ તેમજ કોઇ અન્ય વસ્તુનું બુકીંગ કરતી વખતે બુકીગ પ્લેટફોર્મની સચોટતા અવશ્ય ચકાસી લેવી. ગુગલ એડ્સના માધ્યમથી આપવામાં આવતી સ્પોન્સર એડવર્ટાઇઝની સચોટતા ચકાસી, જે-તે સેવા/વસ્તુની બુકીંગ કરવુ, જરૂર જણાય તો રૂબરૂ જઇ જે-તે ઓફીસ ખાતેથી માહિતી મેળવવી. ગુગલ સર્ચ ઉપરથી મેળવેલ કોઇપણ કસ્ટમર કેરના નંબર ઉપર વિશ્વાસ કરવો નહિ. કસ્ટમર કેર નંબર ઓફીશીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો. નહીતર આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો. તેમ છતા આપની સાથે આ પ્રકારનો બનાવ બને તો તુરંત જ દેવભૂમિ દ્વારકા જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
