<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ધ્રોલ નજીકથી ર શખ્સો દારૂ સાથે ઝડપાયાઃ ૪.૩ર લાખનો મુદામાલ જપ્ત

કપીલ ધનવાણી અને બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે કાર્યવાહી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૩૦ : ધ્રોલ પોલીસ સ્ટેશનના ધ્રોલ શહેરમાથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂ સાથે બે ઇસમોને કુલ કિ.રૂ.૪,૩૨,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. પોલીસ

જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ એ દારૂ જુગારની પ્રવુતી અટકાવી સંપુર્ણ નાબુદ કરવા સુચના આપેલ હોય જેથી જામનગર ગ્રામ્ય ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.બી દેવધા  તથા ધ્રોલ સર્કલ સી.પી.આઇ. એ.આર.ચૌધરી નાઓના માર્ગદશન તથા સુચના મુજબ પો.સબ ઇન્સ. શ્રી પી.જી.પનારા  તથા ધ્રોલ પો.સ્ટે.ના માણસો પો.સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન ધ્રોલ પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સ. રાજેશભાઇ કે. મકવાણા તથા પો.કોન્સ. હરદેવસિંહ જગતસિંહ જાડેજા તથા પો.કોન્સ. નાગજીભાઇ પુંજાભાઇ ગમારા નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે, લતીપરગામ તરફથી એક સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની સ્વીફટ ફોર વ્હીલ ગાડી ગે.કા. ભારતીબનાવટના ઇગ્લીશ દારૂ સાથે જામનગર તરફ જવાની હોય જેથી ધ્રોલમા આવેલ વાગુદડીયા વોકળા પાસે આ કાર રોકી ચેક કરતા નિચે મુજબના બે આરોપી પ્રોહિ મુદામાલ સાથે મળી આવતા પો.સબ ઇન્સ. શ્રી પી.જી.પનારા એ કાર્યદેસરની કાર્યવાહિ કરેલ છે

આરોપીઓ (૧) કપીલભાઈ રાજુભાઈ ધનવાણી ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે, ૬૪ દિગ્વિજય પ્લોટ, જોલી બંગલો પાછળ, જખ ડાડા મંદીર સામે જામનગર જી.જામનગર (૨) બ્રીજરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે,જે-૨૭/૧૮૪૯, રણજીતનગર, નવો હુડકો  દિગ્વિજય પ્લોટ જામનગર જી.જામનગર સામે કાર્યવાહી કરી છે.

આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ (૧) ૃgreen label the rich blend whisky  ૭૫૦ ML ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી ઇંગ્લીશ દારુની કુલ

બોટલો નંગ-૧૫૬ કી.રૂ.૭૮,૦૦૦/-

(૨) white lace vodka ૭૫૦ ML ઇંગ્લીશ દારુની

કુલ બોટલો નંગ-૬૦ કી.રૂ.૩૦,૦૦૦/-

(૩) white lace vodka ૧૮૦ ઇંગ્લીશ દારુની કુલ નાની બોટલો નંગ-૨૪૦ કી.રૂ.૨૪,૦૦૦-

(૪) એક સિલ્વર કલરની સ્વીફટ કાર જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/-

(૫) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૫,૫૦૦/-જપ્ત કરેલ છે.

આ કામગીરી ધ્રોલ પો.સ્ટે. ના પો.સબ ઇન્સ.  પી.જી.પનારા પો.હેડ કોન્સ. રાજેશભાઇ કે. મકવાણા તથા પો.કોન્સ. હરદેવસિંહ જગતસિંહ જાડેજા તથા નાગજીભાઈ પુંજાભાઈ ગમારા તથા મનિષભાઇ એમ.વાડોલીયા તથા રઘુવિરસિંહ ચંદુભા જાડેજા તથા કિશોરભાઈ ધરમશીભાઈ ડાભી તથા કરણભાઇ નારણભાઇ શિયાર તથા અનીલભાઈ બાબુભાઈ સોઢીયા તથા વિપુલભાઈ સિંધવ તથા મેહુલભાઈ જાદવ નાઓ દ્વારા કરવામાં આવેલ છે

(1:36 PM IST)