તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
સોમનાથ પાર્કીગમાં ત્રણ વર્ષની દીપડી પાંજરે પુરાઈ

વેરાવળઃ સોમનાથ મોટરકાર પાર્કીંગની આજુ બાજુ જંગલવિસ્તારમાં આવેલ ત્યાં બે ત્રણ દિવસ થી દીપડા દીપડી ના આટા મારતા હોય તેવી ફરીયાદ મળતા પાજરૂ મૂકેલ જેમાં ત્રણ વર્ષની દીપડી પાજરે પુરાઈ હતી. વનંતત્રના અધિકારી પંપાણીયા એ જણાવેલ હતું કે સોમનાથ પાર્કીંગમાં તેમજ આજુબાજુમાં જંગલ વિસ્તારમાં ત્રણ દિવસથી દીપડા દીપડી આંટાફેરા કરતા હોય જેથી પાજરૂ મુકેલ તેમાં રાત્રી કોઈપણ વખતે દીપડી ઉ.આ.૩ પુરાઈ ગયેલ હતી જેની જાણ સવારે ૭ વાગ્યે થતા સ્થળ ઉપર પહોંચી દીપડીને અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવેલ છે. વધુમાં જણાવેલ હતું પાર્કિગની આજુબાજુ જંગલ તમજ દરિયાઈ વિસ્તાર છે ત્યાં દીપડા દીપડી, સિંહ સિંહણ સહિતના પ્રાણીઓ આવતા જતા હોય છે આ દીપડી પાંજરે પુરાતા આજુ-બાજુ રહેતા રહેવાસીઓ તથા યાત્રીકો મોટી સંખ્યામાં ઉમટી પડેલ હતા.(તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ : વેરાવળ)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
