<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

અમરેલી-ભાવનગર જિલ્લામાં વન્ય પ્રાણીઓ માટે ૯૧ વોટર પોઇન્ટ કાર્યરત

જંગલમાં વિહરતા ૧૮૦ સિંહો સહિત પશુ પ્રાણીઓ માટે ભરઉનાળે વનવિભાગ દ્વારા પાણીની સુવિધા : ડીસીએફ જયંત પટેલની આગેવાનીમાં વનવિભાગની ટીમ ખડેપગે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩૦ :  શેત્રુજી વનવિભાગ હેઠળ મુખ્યત્વે ત્રણ પ્રકારના કોરીડોર વિસ્તારનો સમાવેશ થાય છે. રીવરાઇન, કોસ્પ્લ અને ગ્રીસ લેન્ડ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા આ વિસ્તારના ભાવનગર અને અમરેલીમાં કુલ ૧૦૦ સિંહોની પાણીની જરૂરીયાત પૂર્ણ કરવા હેતુથી માર્ચ મહિનાથી જુનના પ્રથમ વરસાદ સુધી કુલ ૯૧ પાણી પોઇન્ટ તૈયાર કરવામાં આવેલ છે. તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવ જાહેર કરવામાં આવેલ હોવાથી વન્યજીવોની સુરક્ષા અને પાણીની જરૂરીયાત પૂર્તિ માટે ૧૦૦ ઉપરાંતની દ્વારા દિવસમાં બે વખત ૧૮૦ રીંગ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

વન વિભાગ દ્વારા અમરેલી જીલ્લામાં કુલ પ૦ વોટર પોઇન્ટ અને ર૭ પવન ચકકી કાર્યરત છે. જેમાં ચાલુ વર્ષમાં કુલ ૧૭ નવા વોટર પોઇન્ટ અને ૧પ પવન ચકકી બનાવેલ છે. જે વિસ્તારોમાં તૃણાહારી પ્રાણીઓની વસ્તી છે ત્યાં વેલીવીંગ પોઇન્ટ પણ બનાવવામાં આવેલ છે.

શેત્રંુજી નદીના કાંઠાના વિસ્તારોમાં ઉનાળા દરમયન માલધારી ભાઇઓની કોઠાસુઝનો ઉપયોગ કરીને જેસીબી વડે ૧૦ થી ૧પ ફૂટ ખાડો ખોદીને કુત્રિમ પાણીની વ્યવસ્થા પણ પુરી પાડવામાં આવે છે. લીલિયા રેન્જમાં કુલ ૧૧ કુટિયા બનાવવાને આવેલ છે.

વોટર પોઇન્ટ બનાવતી વખતે ગામની નજીક ન હોવું જોઇએ. માનવ વન્યપ્રાણી વચ્ચે ધર્ષણ ન થાય તે હેતુથી અંતરીયાળ વિસ્તારમાં હોવો જોઇએ જેથી વન્યપ્રાણીઓ અને તૃણાહારી પ્રાણીઓ સુરક્ષિત હોવાનો અહેસાસ કરી શકે તે બાબતે ધ્યાનમાં રખાય છે.

હીટવેવ એકશન પ્લાન અંગે શેત્રુંજી વનવિભાગના ડીએફઓ જયંત પટેલે જણાવેલ કે અમારા વિસ્તારમાં કુલ ૧૮૦ ઉપરાંતનો સિંહો જોવા મળે છે. જેના રક્ષણ માટે કુલ ૯૧ વોટર પોઇન્ટ બનાવાયા છે. આ હિટેવેવમાં દિવસમાં બે વખત સિંહોના મોનીટરીંગ સુચના આપેલ છે.

ધોબાના વાયરલ વીડિયો અંગે ડી.એફ.ઓ. જયંત પટેલ જણાવેલ કે, ત્રણ-ચાર વર્ષની સિંહનો વિડીયો વાઇરલ થયેલ. ત્યારબાદ આરએફઓ સહિતની ટીમને સ્થળ ર મોકલવામાં આવેલ. તે સિંહણની આરોગ્યની તપાસ કરવામાં આવેલ છે. તે સિંહણમાં કોઇ તકલીફ જોવા મળેલ નથી. શેત્રુંજી નદી ૩૦૦ મીટર નજીક હોવાથી આ વિસ્તારમાં પાણીના લીધો વન્યપ્રાણીને કોઇ તકલીફ છે તેવું ધ્યાને આવેલ નથી. આ અંગે હું અમરેલીના વન્યપ્રાણીપ્રેમીઓને અપીલ કરુ છું કે ફિલ્ડ પર વન વિભાગને સહયોગ આપે. અને ધોબા ગામને શેત્રુંજી કર્ઝવેશન રિઝવમાં  સમાવવા અને ૦પ થી ૦ હેકટર જમીન મેળવવા પ્રયત્ન કરેલ પરંતુ અમને તેમા નિષ્ફળતા મળેલ તો વાસ્તવમાં સિંહ સંરક્ષણમાં સ્થાનિકોએ યોગ્ય રીતે જોડાવવું જોઇએ.

(1:31 PM IST)