તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Thursday, 30th May 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનનુ જોરઃ આછા વાદળા
બપોરના સમયે આકરા ઉનાળાના કારણે લોકો પરસેવે રેબઝેર

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ પવનનું જોર યથાવત છે. અને આછા વાદળા છવાયેલા છે. આવા વાતાવરણ વચ્ચે બપોરના સમયે આકરા ઉનાળાનો અહેસાસ થઇ રહયો છે. અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં ૩૬ કિ. મી. ની ઝડપે ફુંકાયો હતો. મહત્તમ તાપમાનમાં ત્રણ ડીગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત અનુભવાય હતી.
ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૭ ડીગ્રી નોંધાયું હતું. જયારે લઘુતમ તાપમાન ર૯.૬ ડીગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૧ ડીગ્રી રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૩૪ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૯.૪, મહત્તમ તાપમાન ૩૮.પ, ભેજનું પ્રમાણ ૭૩ ટકા, પવનની ગતિ ૧૭.પ કિ. મી. રહી હતી.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
