<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

માળીયા મિયાણામાંથી ૯ લાખના વિદેશી દારૂ સાથે કુલ ૧૩ લાખનો મુદ્દામાલ ઝડપી લેતી એલસીબી

મોરબી એલસીબીએ દારૂના ગોડાઉન જેવા રહેણાંકમાં દરોડો પાડ્યો, કુલ ૧૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૩૦:   માળીયા મિયાણા શહેરના વાગડીયા ઝાપો નજીક રહેણાંક મકાનમાં વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી દારૂ-બીયરની ૩૯૩૬ બોટલ કિંમત રૂપિયા ૮,૯૫,૪૪૦નો જથ્થો તેમજ કાર સહિત કુલ ૧૩ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, માળીયા મિયાણાના વાગડીયા ઝાંપા વિસ્તારમાં રહેતા આરોપી ફારૂકભાઇ હબીબભાઇ જામે તેના નવા બનતા મકાનની સામેના પોતાના કબજા ભોગવટા વાળા પડતર બંધ મકાનમાં વિદેશી દારૂ અને બીયરનો જંગી જથ્થો ઉતારેલ છે. જે બાતમીને આધારે એલસીબી ટીમે રેઇડ કરતા રહેણાંકમાંથી ગ્રીન લેબલ વ્હીસ્કીની ૯૬ બોટલ, ૮પીએમ સ્પેશ્યલ રેર વ્હીસ્કીની ૧૫૦૦ બોટલ, ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની ૨૪ બોટલ, વાઇટ લેસ ઓરેંજ વોડકાની ૬૪૮ બોટલ, ગ્લોબસ સ્પીરીટ ડ્રાયજીનની ૬૦ બોટલ, ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીના ચપલા નંગ ૨૪૦, ડ્રાયજીનના ચપલા ૧૯૨, કીંગફીશર બીયરના ૪૮ ડબલા, ગોડફાધર સ્ટ્રોંગ બીયરના ૧૧૨૮ ડબલા તેમજ એસ્પ્રેસો કાર કિંમત રૂપિયા ૫ લાખ મળી કુલ ૧૩,૯૫,૯૪૦નો મુદ્દામાલ કબ્જે કરી માળીયા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ એસ.આઇ.પટેલ, કે.એચ.ભોચીયા, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા, તથા કોન્સટેબલ દશરથસિંહ પરમાર અને એલ.સી.બી.પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

(1:49 PM IST)