<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

જામનગરમાં રાજકોટની ગોઝારી ઘટના બાદ રહી-રહીને જામનગર મ્યુ. તંત્ર જાગ્યુ : હોટલ રેસ્ટોરન્ટ પર કાર્યવાહી શરુ

બેઠક રેસ્ટોરન્ટમાં ફાયર NOC, ઇમર્જન્સી EXIT નથી આ બાબતે નોટિસ આપી સીલ મારવાની કાર્યવાહી કરાતા અન્ય રેસ્ટોરન્ટ ચાલકોમાં પણ ફફડાટ

 

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : જામનગરમાં રાજકોટની ગોઝારી ઘટના બાદ રહી-રહીને જામનગર મ્યુ. તંત્ર જાગ્યુ છે. અને જામનગર શહેરમાં આવેલ હોટલ રેસ્ટોરન્ટ પર કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા લોખંડ, લાકડાના શેડ ઉભા કરી તૈયાર કરવામાં બાંધકામ પર કાર્યવાહી હાથ ધરાઈ છે અને અનેક રેસ્ટોરન્ટને સિલ કરવામાં આવી છે. જામનગર શહેરના પંપ હાઉસ પાસે આવેલ બેઠક રેસ્ટોરન્ટમાં ફાયર NOC, ઇમર્જન્સી EXIT નથી આ બાબતે નોટિસ આપી સીલ મારવાની કાર્યવાહી કરાતા અન્ય રેસ્ટોરન્ટ ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે. જામનગર શહેરમાં હાલ કોર્પોરેશનના અધિકારી, પોલીસ સહિતના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામા આવી રહી છે. તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર

(2:05 PM IST)