<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 28025 બોક્‍સની આવકઃ ભાવમાં ઘટાડોઃ 10 કિલોના 400થી 900 ભાવ બોલાયો

બદામ, રાજાપુરી, હાફુસ કેરી, સફરજન, તરબુચ સહિતની આવક

 

ગોંડલ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવક સારી થઈ હતી. જે પૈકી સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 28025 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 31794 બોક્સ કેરીની આવક થઈ હતી. આજે તમામ કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે કેરીનો ભાવ શું છે?

    ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 900 રૂપિયા રહ્યો હતો.

    હાફુસ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 700 થી 1300 રૂપિયા બોલાયો હતો.

    રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 400 થી 500 રૂપિયા બોલાયો હતો.

    બદામ કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 400 થી 500 રૂપિયા બોલાયો હતો.

કેરીની આજે શું આવક થઈ

    ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 26158 બોક્સની આવક થઈ હતી.

    બદામ કેરીના 1037 બોક્સની આવક થઈ હતી.

    રાજાપુરી કેરીના 214 બોક્સની આવક થઈ હતી.

    હાફુસ કેરીના 616 બોક્સની આવક થઈ હતી.

આવો જોઈએ આજે ગોંડલ યાર્ડમાં ફ્રુટનો ભાવ શું રહ્યો, આ ભાવ 20 કિલોનો છે.

(5:59 PM IST)