<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ચોટીલાના શાસ્ત્રીનગરનો કિસ્સો : વેકેશનમાં પિતાએ કોમ્પ્યુટર ક્લાસ કરવાનું કહેતા છોકરો ઘર ચાલ્યો ગયો

ચોટીલા પોલીસે મોબાઈલ લોકેશનને આધારે અમદાવાદથી શોધી લઈ સગીરને તેના પરિવારને પરત સોંપ્યો

ચોટીલાના શાસ્ત્રીનગરમાં રહેતા પરીવારમાં હાલ વેકેશનનો સમય હોઈ પિતાએ પુત્રને કોમ્પ્યુટર કલાસ કરવાનું કહ્યું હતું. જેમાં પુત્રે ના પાડતા પિતાએ ઠપકો આપતા પુત્રને લાગી આવતા ઘર છોડીને ચાલ્યો ગયો છે. આ પછી છોકરાના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. આ પછી પોલીસે તપાસ કરીને છોકરાને શોધીને પરિવારને સોંપ્યો હતો.

ગુમ થયેલા છોકરાના પિતાએ આ અંગે પિતાએ ચોટીલા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ચોટીલા પોલીસે મોબાઈલ લોકેશનને આધારે અમદાવાદથી શોધીને સગીરને તેના પરિવારને પરત સોંપ્યો હતો.

(6:39 PM IST)