<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

તાલાલા યાર્ડમાં 25700 બોક્સ કેસર કેરીની આવક: ભાવ 10 કિલો બોક્સના 350 રૂપિયાથી 825 રૂપિયા બોલાયા

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કુલ 28025 બોક્સ કેરીની આવક:કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 900 રૂપિયા રહ્યો

તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવક આજે સારી રહી છે. આજે તાલાલા ગીર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કુલ 25700 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે તાલાલામાં 27600 બોક્સ કેરીની આવક રહી હતી. આમ ગઈકાલની સરખાણીમાં કેરીની આવક ઘટી છે. સાથે કેરીના ભાવમાં પણ નજીવો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો 25 રૂપિયાનો છે.

આજે તાલાના યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 350 રૂપિયાથી 825 રૂપિયા બોલાયા હતા.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવક સારી થઈ હતી. જે પૈકી સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 28025 બોક્સ કેરીની આવક થઈ હતી. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 900 રૂપિયા રહ્યો હતો.

(9:10 PM IST)