તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
મોરબી કરણી સેના દ્વારા રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજકોટના ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં મૃત્યુ પામનારના આત્માઓની શાંતિ માટે મોરબીમાં આજે રાજપૂત કરણી સેના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આજે સાંજે 7 વાગ્યે શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા, શહેર અને આસપાસના વિસ્તારમાંથી રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો, રાજપૂત સમાજની અન્ય સંસ્થાના હોદ્દેદારો અને સમાજના લોકોએ ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
