<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st May 2024

મોરબીના છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની પ્રાથમિક સુવિધા આપવાની માંગ.

શહેર કોંગ્રેસ પ્રમુખે ચીફ ઓફિસરને રજૂઆત કરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શહેરના છેવાડે આવેલ માળિયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર સહિતના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હોય જે મામલે શહેર કોંગ્રેસ પ્રમુખે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેર પાણી પુરવઠા યોજના નં ૦૨ નજરબાગમાં માળિયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી અને ઉમિયાનગર સીટના વિસ્તારનો સમાવેશ થાય છે જે વિસ્તારમાં તંત્રની બેદરકારીથી પાણીની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવી રહી નથી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન નાખી કનેક્શન આપવામાં આવ્યા છે પરંતુ વાલ્વનો પ્રશ્ન મુખ્ય હોય લોકોને પાણી મળતું નથી જેથી અસહનીય ગરમીમાં પાણી વિના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જેથી નજરબાગ સંપથી આ વિસ્તારની પાઈપલાઈનનો વાલ્વ નિયમિત ખોલવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
પાણીનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે હલ થાય તેવી માંગ કરી છે રજૂઆત ધ્યાને નહિ લેવાય તો જન આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ અંતમાં જણાવ્યું છે.


 

(1:15 AM IST)