તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 31st May 2024
મોરબીના રોહીદાસપરામાં નિ:શૂલ્ક મેડિકલ કેમ્પ તથા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) લાખાભાઈ છગનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા મોરબીના રોહિદાસપરામાં નિ:શુલ્ક મેડીકલ કેમ્પ તેમજ રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો.ધર્મેશ ઝાલાધરા તથા મેડિસીની વિભાગના ડો.ઉમેશ ગોધવીયા, બાળકોના વિભાગના ડો.અક્ષય જાકાસણીયા નિ:શુલ્ક સેવા આપી હતી. આ કેમ્પમાં 90 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ 250 થી વધુ વૃક્ષોના રોપાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.
(1:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
