તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 31st May 2024
મોરબીના રામધન આશ્રમે ધૂન બોલી-મૌન પાળી રાજકોટ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં નિર્દોષ બાળકો સહિતના નાગરિકોના મોત થયા હતા જે મૃતકોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના રામધન આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
મોરબીના રામધન આશ્રમ ખાતે રાજકોટ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ અર્થે મહંત ભાવેશ્વરીબેન અને ભક્તો દ્વારા ધૂન બોલાવી, બે મિનીટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.
(1:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
