<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

જામનગર અને જિલ્લાના પેટ્રોલ પંપો ઉપર અગ્નિ શામક ઘટના ન બને તે માટે કટિબધ્ધ

જામનગર ડિસ્ટ્રીકટ પેટ્રોલ-ડિઝલ (પીએસયુ) એસો.ની મિટીંગ યોજાઈ : જામનગર મ્યુ.કમિશ્નરને રૂબરૂ મળી આ અંગે અવગત કરાયા

   જામનગર ડિસ્ટ્રીકટ પેટ્રોલ-ડિઝલ (પીએસયુ) એસો.ની મિટીંગ મળેલ હતી.જેમાં રાજકોટની ગેમઝોનની ઘટનાને ધ્યાને લઈ જામનગર અને જિલ્લાના પેટ્રોલ પંપો ઉપર આગ અકસ્માત જેવી ઘટના બને નહીં અને કચાશ ન રહે તે માટે દરેક સદસ્યને જાણકારી આપવામાં આવેલ હતી. હાલમાં આ તમામ પંપો ઉપર પીએસઓ અને પીએસયુ ઓઈલ કંપનીઓના પેટ્રોલ પંપ ઉપર ભારત સરકાર દ્વારા પીએસઓને લાયસન્સ મળ્યા બાદ જ પેટ્રોલ પંપ કાર્યરત થાય છે અને ભારત સરકારના પીએસઓના નિયમોનુસાર તમામ જોગવાઈઓનું ચુસ્તપણે પંપ સંચાલકો દ્વારા તેમજ પીએસયુ કંપની દ્વારા પાલન કરાવવામાં આવે છે અને સેફટી અંગેના તમામ ધારા-ધોરણોનું દર કવાટરલી મોકડ્રીલ પણ કરાવવામાં આવે છે અને આ બાબતમાં પેટ્રોલ પંપ ધારકો કચાશ, કસુરવાર જણાયે ઓઈલ કંપનીઓ આવા પંપો ઉપર કડક દંડનીય કાર્યવાહી પણ કરતી હોય છે. જે અંગે સદસ્યોને ફરીથી ધ્યાનાકર્ષિત કરી અને ઘટતી તમામ સેફટી પુર્તતા કરવા જણાવવામાં આવેલ હતું. 

    આ ઉપરાંત જામનગર મહાપાલિકાના મ્યુ. કમિશ્નર દિનેશચંદ્ર મોદીને મળીને પેટ્રોલ પંપ ધારકો દ્વારા સેફટી અંગેના ભારત સરકાર દ્વારા અને પીએસયુ કંપનીઓ દ્વારા નકકી કરાયેલા ધારા ધોરણોને ચુસ્તપણે વળગી અને કોઈપણ જાતની અઘટીત ઘટના ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. 

  આ ઉપરાંત ગુજરાત સરકાર અને નગરપાલિકા દ્વારા અપાતા ફાયર સેફ્ટીના નિયમોનું પણ પાલન કરી રહી છે અને તેમાં પણ કોઈપણ પંપ ઉપર એ અંગે નાની પણ ક્ષતિ હશે તો એ ત્વરિત દૂર કરવામાં આવશે તેવી રજૂઆત મ્યુ. કમિશ્નરને કરેલ હતી. આમ, પેટ્રોલ પંપ ઉપર જવલનશીલ પર્દાથનું વેંચાણ થતું હોય જેથી કરી ભારત સરકાર અને પીએસયુ ઓઈલ કંપનીના નિર્દેશોનું ચુસ્તપણે હાલમાં પણ પેટ્રોલ પંપો પાલન કરી રહયા છે અને તે અંગે હવે વધુ ચુસ્તતાપૂર્વક પાલન કરશે તેમ એસોસિએશનના પ્રમુખ ધિમંતભાઈ ઘેલાણીએ જણાવેલ હતું. તે સમયે એસોસિએશનના કારોબારી સદસ્યો ભરતભાઈ, રાણીપાભાઈ અને મુકેશભાઈ ઉપસ્થિત રહેલ હતાં.

( IST)